Gujarat News: રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટતાં વીજ સપ્લાય કાબૂમાં, ગત વર્ષનો રેકોર્ડ હજુ પણ અકબંધ

May 27, 2026 - 08:00
Gujarat News: રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટતાં વીજ સપ્લાય કાબૂમાં, ગત વર્ષનો રેકોર્ડ હજુ પણ અકબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટતાં ક્રમશઃ વીજળીની માગમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.એક સમયે વર્તમાન સીઝનમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો એ વખતે વીજળીની ડિમાન્ડ વધી હતી.ગત વર્ષે પિક સમયે નોંધાયેલી સૌથી વધુ 26600 મેગાવોટની માગ જો કે ચાલુ સિઝનમાં હજી પાર કરવામાં આવી નથી.મંગળવારે પિક સમયે રાજ્યમાં વીજળીની મહત્તમ માગ 26200 મેગાવોટ નોંધાઈ હતી.

હજી મહત્તમ વીજ ફાળવણી રાજ્યને મળતી નથી

આકરા તાપ અને દરિયાકાંઠાનું પવનનું વધતું જોર વીજ ઉત્પાદનમાં ફાયદારૂપ બની રહ્યું છે. રાજ્યના સોલર એકમોનું ઉત્પાદન મંગળવારે અંદાજે 8 હજાર મેગાવોટ અને પવન ઊર્જા એકમો તરફથી ઉત્પાદન 3700 મેગાવોટ જેટલું મળ્યું હતું. તાતાની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ સાથે થયેલા નવા કરાર પછી તાતા કંપની તરફથી હજી મહત્તમ વીજ ફાળવણી રાજ્યને મળતી નથી.મંગળવારે આ કંપની સામે માંડ 1000 મેગાવોટ વીજળી પ્રાપ્ત થઈ હતી.

પાવર એક્સચેન્જમાંથી વીજળી લેવી પડતી નથી

જ્યારે એસ્સાર અને અદાણી પાસેથી અનુક્રમે 700 મેગાવોટ અને 1300 મેગાવોટ જેટલી વીજળી પ્રાપ્ત થઈ હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં વીજ ઉત્પાદનને કારણે અત્યારે રાજ્યએ પાવર એક્સચેન્જમાંથી વીજળી લેવી પડતી નથી.રાજ્યના સરકારી વીજમથકોનું વીજઉત્પાદન જીસેક મારફતે 2400 મેગાવોટ જેટલું જ મળી રહ્યું છે.પરંતુ આની સામે સેન્ટ્રલ સેક્ટરમાંથી યાને એનટીપીસી જેવા કેન્દ્રીય સાહસોમાંથી 7000 મેગાવોટ જેટલી વીજળી રાજ્યને પ્રાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0