Gujarat News: ટેક્સટાઈલ ફેસિલિટેશન સેન્ટર માટે દેશના છ શહેરો માંથી સુરતની પસંદગી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયથી સુરતને ટેક્સટાઇલ એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટરની ભેટ મળી છે.આ પગલું સુરતના કાપડ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ અપાવશે.કેન્દ્ર સરકારે દેશના છ મુખ્ય ટેક્સટાઇલ ક્લસ્ટરની પાયલોટ બેઝિસ પર પસંદગી કરી છે, જેમાં ગુજરાતમાંથી માત્ર સુરત સ્થાન પામ્યું છે. સુરત ખાસ કરીને 'ટેકનિકલ ટેક્સટાઇલ્સ' અને 'મેન-મેડ ફાઇબર આર્ટિકલ્સ' માટેનું હબ બનશે. સુરતનું કાપડ હવે સીધું જ વૈશ્વિક બજારોમાં પોતાની ઓળખ બનાવશે. એક છત નીચે સેન્ટર કાર્યરત થવાથી સુરતના અર્થતંત્રને નવી ગતિ મળશે અને લાખો લોકો માટે રોજગારીની નવી તકો ઉભરશે.
વેપારીઓને આંતરરાષ્ટ્રીય ભાવ મળી રહેશે
ટેક્સટાઇલ એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર બનશે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની નવી 'લાઈફલાઈન' એમ જણાવતા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ જીરાવાલાએ કહ્યું હતું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરતનું આ એક્સપોર્ટ સેન્ટર દેશના જીડીપીમાં સિંહફાળો આપશે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના ઇતિહાસનું સૌથી મોટું પગલું છે. વર્ષોથી સુરત દેશને કાપડ પૂરું પાડે છે, પણ હવે આ ફેસિલિટેશન સેન્ટર દ્વારા સુરત વિશ્વના નકશા પર ટેક્સટાઇલ હબ તરીકે ઉભરી આવશે. ડબલ વેગ સાથે ઉત્પાદન વધશે અને નિકાસ સરળ બનતા વેપારીઓને આંતરરાષ્ટ્રીય ભાવ મળી રહેશે.
સુરતના નાના અને મોટા નિકાસકારોને મળશે
વધુમાં તેમણે જણાવ્યું કે, હાલમાં સુરત દરરોજ અંદાજે ૬ કરોડ મીટર ફેબ્રિક્સનું ઉત્પાદન થાય છે. ફેસિલિટેશન સેન્ટર અને એક્સપોર્ટની સુવિધાઓ મળતા આગામી પાંચ વર્ષમાં આ ઉત્પાદન વધીને ૧૦ થી ૧૨ કરોડ મીટર થવાનો અંદાજ છે જે સુરતના વિવિંગ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જશે. નિકાસ માટે જરૂરી તમામ સર્ટિફિકેશન અને સરકારી પ્રક્રિયાઓ એક જ છત નીચે પૂર્ણ થશે. સુરતના અંદાજિત નાના-મોટા ૪૦ હજારથી વધુ એકમો હવે એક્સપોર્ટ ક્વોલિટીનું કાપડ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સુરતનું સ્પેશિયાલિટી ફેબ્રિક્સ, બેડશીટ, પડદા અને મેન-મેડ ફેબ્રિક્સ હવે યુરોપ, અમેરિકા અને ગલ્ફ દેશોના શો-રૂમ્સની શોભા વધારશે. ભારત દ્વારા વિવિધ દેશો સાથે કરવામાં આવેલા 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' નો સીધો લાભ સુરતના નાના અને મોટા નિકાસકારોને મળશે.
આ પણ વાંચોઃ Agriculture News : ભીમગઢમાં પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લઈ હળ ચલાવ્યું અને ગાયનું દોહન કરી ધરતીપુત્રોને પ્રોત્સાહિત કર્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

