Gujarat Monsoon: 6 થી 8 વાગ્યામાં 119 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

સૌથી વધુ લુણાવાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો મોડાસામાં 2 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ વરસાદ હાલોલ-શામળાજી હાઇવે પર પાણી પાણી થયા રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં 6 થી 8 વાગ્યામાં 119 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તેમાં સૌથી વધુ લુણાવાડામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. મોડાસામાં 2 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ વરસાદ, ખાનપુરમાં પોણા બે ઇંચ, વિરપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ક્વાંટમાં 1.5 ઇંચ, દહેગામમાં 1 ઇંચ વરસાદ, માલપુર અને બાયડમાં 1-1 ઇંચ વરસાદ તથા છોટા ઉદેપુરમાં 1 ઇંચ વરસાદ આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ આવ્યો સાબરકાંઠા જિલ્લામાં વરસાદ આવ્યો છે. જેમાં બે દિવસના વિરામ બાદ વરસાદ પડ્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્યમાં વરસાદ શરૂ થયો છે. તેમાં હડિયોલ, ગઢોડા, કરણપુરમાં વરસાદ પડ્યો છે. તેમાં ધનપુરા, ગાંભોઈ, હિંમતપુરમાં વરસાદ આવ્યો છે. સાબરકાંઠા તથા હિંમતનગરમાં ક્યાંક ધીમીધારે તો હળવાથી મધ્યમ ભારે વરસાદી ઝાપટા પડ્યા છે. બે દિવસ બાદ ફરી વરસાદ શરૂ થતા ઠંડકનો માહોલ છે. ગાજવીજ સાથે વરસાદ થતાં નીચાણવાળા સોસાયટીમાં પાણી ભરાયા છે. નેશનલ હાઇવે નંબર આઠ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. હાલોલ-શામળાજી હાઇવે પર પાણી પાણી થયા હડિયોલ, ગઢોડા, કરણપુર, ધનપુરા, ગાંભોઈ, હિંમતપુર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. નેશનલ હાઇવે તથા સર્વિસ અંડર પાસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ છે. સરેરાશ એકથી દોઢ ઇંચ વરસાદ આવ્યો છે. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં વીરપુર, કડાણા, બાલાસિનોરમાં 1-1 ઇંચ વરસાદ તથા સંતરામપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે. લુણાવાડા અને ખાનપુરમાં ધોધમાર વરસાદ છે. હાલોલ-શામળાજી હાઇવે પર પાણી પાણી થયા છે.

Gujarat Monsoon: 6 થી 8 વાગ્યામાં 119 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી વધુ લુણાવાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો
  • મોડાસામાં 2 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ વરસાદ
  • હાલોલ-શામળાજી હાઇવે પર પાણી પાણી થયા

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં 6 થી 8 વાગ્યામાં 119 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તેમાં સૌથી વધુ લુણાવાડામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. મોડાસામાં 2 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ વરસાદ, ખાનપુરમાં પોણા બે ઇંચ, વિરપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ક્વાંટમાં 1.5 ઇંચ, દહેગામમાં 1 ઇંચ વરસાદ, માલપુર અને બાયડમાં 1-1 ઇંચ વરસાદ તથા છોટા ઉદેપુરમાં 1 ઇંચ વરસાદ આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ આવ્યો

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ આવ્યો છે. જેમાં બે દિવસના વિરામ બાદ વરસાદ પડ્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્યમાં વરસાદ શરૂ થયો છે. તેમાં હડિયોલ, ગઢોડા, કરણપુરમાં વરસાદ પડ્યો છે. તેમાં ધનપુરા, ગાંભોઈ, હિંમતપુરમાં વરસાદ આવ્યો છે. સાબરકાંઠા તથા હિંમતનગરમાં ક્યાંક ધીમીધારે તો હળવાથી મધ્યમ ભારે વરસાદી ઝાપટા પડ્યા છે. બે દિવસ બાદ ફરી વરસાદ શરૂ થતા ઠંડકનો માહોલ છે. ગાજવીજ સાથે વરસાદ થતાં નીચાણવાળા સોસાયટીમાં પાણી ભરાયા છે. નેશનલ હાઇવે નંબર આઠ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

હાલોલ-શામળાજી હાઇવે પર પાણી પાણી થયા

હડિયોલ, ગઢોડા, કરણપુર, ધનપુરા, ગાંભોઈ, હિંમતપુર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. નેશનલ હાઇવે તથા સર્વિસ અંડર પાસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ છે. સરેરાશ એકથી દોઢ ઇંચ વરસાદ આવ્યો છે. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં વીરપુર, કડાણા, બાલાસિનોરમાં 1-1 ઇંચ વરસાદ તથા સંતરામપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે. લુણાવાડા અને ખાનપુરમાં ધોધમાર વરસાદ છે. હાલોલ-શામળાજી હાઇવે પર પાણી પાણી થયા છે.