Ahmedabad: મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી, વાલીઓના જીવ પડિકે બંધાયા

શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે આગમાં કોઇ જાનહાની થઇ નથી અમદાવાદ શહેરના મણિનગર ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી છે. જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ત્યારે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે. તેમજ આગમાં કોઇ જાનહાની થઇ નથી તેવા સમાચાર હાલ મળી રહ્યાં છે. આગને પગલે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો છે. જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. તેમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરતા આગ પર કાબુ મેળવ્યો છે. આગમાં કોઈ જાનહાની થઇ નથી. સ્કૂલમાં ઇલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શાળાના સંચાલકો અને શિક્ષકોએ ફાયર ઉપકરણોથી આગને કાબૂમાં લીધી છે. જેમાં સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. તેમજ આગને પગલે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા છે.બોગસ સ્કૂલ ઝડપી પાડ્યા બાદ હવે શિક્ષણ વિભાગ મુંઝવણમાં રાજકોટના પીપળીયાયામાં નુતનનગરમાં આવેલી ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલ નામની બોગસ સ્કૂલ ઝડપી પાડ્યા બાદ હવે શિક્ષણ વિભાગ મુંઝવણમાં મુકાયું છે. અને પોલીસ ફરિયાદ દાખલ કરયા બાદ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્કૂલમાં ધોરણ 1 થી 10ના 42 વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બે સગીરા મળી આવી છે. કે જેઓ 16 અને 17 વર્ષની હોવા છતાં વિદ્યાર્થીઓને શાળામાં ભણાવતી હતી. આ બોગસ શાળામાંથી રાજકોટ શહેરની ત્રણ ખાનગી શાળાના લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવી હતી. જોકે હાલ તો શિક્ષણ વિભાગનો પ્રથમ પ્રયાસ એ છે કે આ શાળાના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશોત્સવ કરી નામાંકન કરાવવામાં આવે.

Ahmedabad: મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી, વાલીઓના જીવ પડિકે બંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન
  • ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે
  • આગમાં કોઇ જાનહાની થઇ નથી

અમદાવાદ શહેરના મણિનગર ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી છે. જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ત્યારે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે. તેમજ આગમાં કોઇ જાનહાની થઇ નથી તેવા સમાચાર હાલ મળી રહ્યાં છે.

આગને પગલે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા

મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો છે. જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. તેમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરતા આગ પર કાબુ મેળવ્યો છે. આગમાં કોઈ જાનહાની થઇ નથી. સ્કૂલમાં ઇલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શાળાના સંચાલકો અને શિક્ષકોએ ફાયર ઉપકરણોથી આગને કાબૂમાં લીધી છે. જેમાં સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. તેમજ આગને પગલે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા છે.

બોગસ સ્કૂલ ઝડપી પાડ્યા બાદ હવે શિક્ષણ વિભાગ મુંઝવણમાં

રાજકોટના પીપળીયાયામાં નુતનનગરમાં આવેલી ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલ નામની બોગસ સ્કૂલ ઝડપી પાડ્યા બાદ હવે શિક્ષણ વિભાગ મુંઝવણમાં મુકાયું છે. અને પોલીસ ફરિયાદ દાખલ કરયા બાદ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્કૂલમાં ધોરણ 1 થી 10ના 42 વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બે સગીરા મળી આવી છે. કે જેઓ 16 અને 17 વર્ષની હોવા છતાં વિદ્યાર્થીઓને શાળામાં ભણાવતી હતી. આ બોગસ શાળામાંથી રાજકોટ શહેરની ત્રણ ખાનગી શાળાના લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવી હતી. જોકે હાલ તો શિક્ષણ વિભાગનો પ્રથમ પ્રયાસ એ છે કે આ શાળાના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશોત્સવ કરી નામાંકન કરાવવામાં આવે.