Surat: પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હરકતમાં, સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું

સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે અને ખાટોદરા પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યુ છે અને ખટોદરાના આઝાદ નગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન મારફતે પોલીસ નજર રાખી રહી છે.અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું આ સાથે જ ડ્રોન ઉડાવી ઝુંપડપટ્ટી વિસ્તાર તથા ધાબા ચેક કરવામાં આવી રહ્યા છે અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે. ગણપતિ તહેવારોને લઈ સતત અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ કમિશનર કચેરીએ મળી શાંતિ સમિતિની બેઠક તમને જણાવી દઈએ કે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર કચેરીએ શાંતિ સમિતિની બેઠક મળી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં સૈયદપુરામાં બનેલી પથ્થરમારાની ઘટના અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પથ્થર ફેંકનારા યુવાઓને સાચા માર્ગ પર લાવવા કમિશનરે અપીલ કરી હતી. આ સાથે જ શહેરમાં શાંતિ અને સુમેળ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા સૂચના આપવામાં આવી હતી. હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને આગામી દિવસોમાં આવી રહેલા ઈદમિલાદના તહેવારને લઈ વિવિધ સમાજમાં ચિંતા છે, ત્યારે શહેરમાં કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસે બેઠકમાં અપીલ કરી હતી. પથ્થરમારો કરનારા 28 લોકોની હાલમાં અટકાયત કરવામાં આવીસુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. 10 જગ્યાએ પથ્થરમારો કરવાનો પ્લાન હોવાની વાત સામે આવી છે. શનિવારે પણ 6 સગીરોએ પથ્થરમારો કર્યોનું ખૂલ્યું હતું. ત્યારે હાલમાં બાળકોને આવું કોણ કરાવી રહ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પથ્થરમારો કરનારા 28 લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછ પરછ પણ થઈ રહી છે, આવતીકાલે તેમને કોર્ટમાં રજુ કરી આ ઘટના પાછળ કોણ કોણ જવાબદાર છે તે બાબતે પોલીસ દ્બારા ખુલાસો કરવામાં આવશે. આરોપીઓને 4 વાગ્યાની આસપાસ કોર્ટમાં રજુ કરવામાં આવશે. 

Surat: પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હરકતમાં, સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે અને ખાટોદરા પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યુ છે અને ખટોદરાના આઝાદ નગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન મારફતે પોલીસ નજર રાખી રહી છે.

અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું

આ સાથે જ ડ્રોન ઉડાવી ઝુંપડપટ્ટી વિસ્તાર તથા ધાબા ચેક કરવામાં આવી રહ્યા છે અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે. ગણપતિ તહેવારોને લઈ સતત અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

સુરત પોલીસ કમિશનર કચેરીએ મળી શાંતિ સમિતિની બેઠક

તમને જણાવી દઈએ કે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર કચેરીએ શાંતિ સમિતિની બેઠક મળી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં સૈયદપુરામાં બનેલી પથ્થરમારાની ઘટના અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પથ્થર ફેંકનારા યુવાઓને સાચા માર્ગ પર લાવવા કમિશનરે અપીલ કરી હતી.

આ સાથે જ શહેરમાં શાંતિ અને સુમેળ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા સૂચના આપવામાં આવી હતી. હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને આગામી દિવસોમાં આવી રહેલા ઈદમિલાદના તહેવારને લઈ વિવિધ સમાજમાં ચિંતા છે, ત્યારે શહેરમાં કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસે બેઠકમાં અપીલ કરી હતી.

પથ્થરમારો કરનારા 28 લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી

સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. 10 જગ્યાએ પથ્થરમારો કરવાનો પ્લાન હોવાની વાત સામે આવી છે. શનિવારે પણ 6 સગીરોએ પથ્થરમારો કર્યોનું ખૂલ્યું હતું. ત્યારે હાલમાં બાળકોને આવું કોણ કરાવી રહ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પથ્થરમારો કરનારા 28 લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછ પરછ પણ થઈ રહી છે, આવતીકાલે તેમને કોર્ટમાં રજુ કરી આ ઘટના પાછળ કોણ કોણ જવાબદાર છે તે બાબતે પોલીસ દ્બારા ખુલાસો કરવામાં આવશે. આરોપીઓને 4 વાગ્યાની આસપાસ કોર્ટમાં રજુ કરવામાં આવશે.