Gujarat Monsoon: આગામી 7 દિવસ મેઘમંડાણ..! ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબક્શે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઈ હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક સર્જાયેલી અસ્થિરતાના કારણે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 29 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ,  આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદ રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ગીર સોમનાથ, દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાં ભેજનું પ્રમાણ વધતા અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં 2 ડિગ્રી વધારો નોંધાય શકે છે.17 ઓક્ટોબરની આગાહીકચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 18 ઓક્ટોબરની આગાહીરાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 19થી 21 ઓક્ટોબર સુધીની આગાહી19થી 21 ઓક્ટોબર સુધી સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 22 અને 23 ઓક્ટોબરની આગાહી22 અને 23 ઓક્ટોબરના રોજ નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Gujarat Monsoon: આગામી 7 દિવસ મેઘમંડાણ..! ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબક્શે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઈ હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક સર્જાયેલી અસ્થિરતાના કારણે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 29 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ,  આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદ રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ગીર સોમનાથ, દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાં ભેજનું પ્રમાણ વધતા અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં 2 ડિગ્રી વધારો નોંધાય શકે છે.

17 ઓક્ટોબરની આગાહી

કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

18 ઓક્ટોબરની આગાહી

રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

19થી 21 ઓક્ટોબર સુધીની આગાહી

19થી 21 ઓક્ટોબર સુધી સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

22 અને 23 ઓક્ટોબરની આગાહી

22 અને 23 ઓક્ટોબરના રોજ નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.