Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શરદ પૂનમ નિમિત્તે સફેદ ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે આજે શ્રીકષ્ટભંજનદેવને સફેદ ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન પૂનમ નિમિત્તે સાંજે 05:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી સાંજે 6:30 કલાકે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીદ્વારા કરવામાં આવશે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. દાદાને સિલ્કના વાઘા આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે આજે દાદાને સિલ્કના વાઘા તથા સફેદ હંસની થીમવાળા સફેદ ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને 200 કિલો શણગાર કરાયો છે. આ સફેદ વાઘા અમરેલીથી મંગાવ્યા છે. 6 સંતો, પાર્ષદ અને ભક્તો દ્વારા આ શણગાર કરતા ચાર કલાક લાગ્યા હતા. સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -