Banaskanthaમાં ગ્રામીણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે "સશક્ત રામાણી" કાર્યક્રમ યોજાયો

Jan 19, 2025 - 15:30
Banaskanthaમાં ગ્રામીણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે "સશક્ત રામાણી" કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડિજીગાંવ ફાઉન્ડેશન દ્વારા પાલનપુર તાલુકાના ચિત્રાસણી ખાતે આવેલી શ્રી બાલારામ સઘન ક્ષેત્ર સમિતી શાળામાં "સશક્ત રામાણી" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટેનું એક મહત્વનું પગલું છે.

ગામની મહિલાઓ ઉપસ્થિત રહી

કચ્છ રેલ્વે કંપનીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં માસિક સ્વચ્છતા, આયર્નની ઉણપ, માનસિક સ્વાસ્થ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ લાભાર્થીઓને સેનિટરી પેડ્સ અને મલ્ટી વિટામિન્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિત્રાસણીના સરપંચ શ્રીમતી રાજીબેન અને ચેરમેન શ્રી બારડ સહિત સ્ટાફગણ અને કુલ ૧૦૧૦ વિદ્યાર્થીનીઓ તેમજ ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

વડગામની શાળાઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા

ડિજીગાંવ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોનિષા દાસે જણાવ્યું હતું કે, "સશક્ત રામાણી ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને સમૃદ્ધ બનાવે છે. અમને સકારાત્મક પરિવર્તન લાવવા માટે કચ્છ રેલ્વે કંપની સાથે ભાગીદારી કરવામાં ગર્વ છે." આ પહેલા ફાઉન્ડેશન દ્વારા પાલનપુર અને વડગામની શાળાઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. આગામી દિવસોમાં પણ વિવિધ ગામો અને શાળાઓમાં આવા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0