Gujarat Heat Wave: ગુજરાતમાં હીટવેવએ મચાવ્યો હાહાકાર, રેકોર્ડ બ્રેક ગરમી

અમદાવાદમાં શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીઅમદાવાદ એરપોર્ટ પર તાપમાન 47.3 ડિગ્રી નોંધાયુ ગાંધીનગરમાં આજે રેકોર્ડ બ્રેક 46.0 ડિગ્રી તાપમાન રાજ્યમાં હીટવેવને પગલે ગરમી હાહાકાર મચાવી રહી છે. છેલ્લા 3થી 4 દિવસથી રાજ્યના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાઈ રહ્યો છે. તો સાથે સાથે, ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા હીટવેવને જોતાં 5 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે, એલર્ટના ત્રીજા દિવસ અમદાવાદમાં ગરમીએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી હવામાન વિભાગના આંકડાઓ મુજબ આજે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ગરમીએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડતા શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચી ગયો છે તો અમદાવાદ એરપોર્ટ પર 47.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.ગાંધીનગરમાં તાપમાન 46 ડિગ્રી નોંધાયું  તો, અમદાવાદની સાથે સાથે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં આજે 46.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો, સાથે સાથે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગરમાં પણ 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો વડોદરામાં 45.0 ડિગ્રી તાપમાન નોંધાયું છેમુખ્યમંત્રી દ્વારા જનતાને સાવચેતી રાખવા અપીલ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમા હિટવેવને લઇ ટ્વિટર (X) પર પોસ્ટ કર્યું છે. સીએમ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરતાં ગુજરાતની જનતાને સંબોધીને કહેવામાં આવ્યું છે કે આપણે બધા હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટવેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે. સીએમ પટેલે વધુમાં લખ્યું આ આકરા તડકામાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે. સીએમ પટેલે વધુમાં જણાવ્યું છે કે 'સાવચેતી એ જ સલામતી' એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે, તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ. હજુ 4 દિવસ રહેશે ગરમીનો પ્રકોપ રાજ્યમાં સતત ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આ સમયે હવામાન વિભાગે આવનારા 4 દિવસને લઈને ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક સુધી રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ વોર્મ નાઈટની પણ અસર જોવા મળી શકે છે. આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશેસૌરાષ્ટ્રમાં પણ ગરમીનું ઓરેન્જ અલર્ટ જોવા મળી શકે છે. આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહે તેવી સ્થિતિ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 46 ડિગ્રી પાર નોંધાઈ શકે છે. ચાર દિવસ બાદ તાપમાન ધીરે ધીરે ઘટશે. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. કયા શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે ગરમીની અસર વધુ રહેશે.

Gujarat Heat Wave: ગુજરાતમાં હીટવેવએ મચાવ્યો હાહાકાર, રેકોર્ડ બ્રેક ગરમી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રી
  • અમદાવાદ એરપોર્ટ પર તાપમાન 47.3 ડિગ્રી નોંધાયુ
  • ગાંધીનગરમાં આજે રેકોર્ડ બ્રેક 46.0 ડિગ્રી તાપમાન

રાજ્યમાં હીટવેવને પગલે ગરમી હાહાકાર મચાવી રહી છે. છેલ્લા 3થી 4 દિવસથી રાજ્યના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાઈ રહ્યો છે. તો સાથે સાથે, ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા હીટવેવને જોતાં 5 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે, એલર્ટના ત્રીજા દિવસ અમદાવાદમાં ગરમીએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી 

હવામાન વિભાગના આંકડાઓ મુજબ આજે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ગરમીએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડતા શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચી ગયો છે તો અમદાવાદ એરપોર્ટ પર 47.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ગાંધીનગરમાં તાપમાન 46 ડિગ્રી નોંધાયું 

તો, અમદાવાદની સાથે સાથે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં આજે 46.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો, સાથે સાથે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગરમાં પણ 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો વડોદરામાં 45.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે

મુખ્યમંત્રી દ્વારા જનતાને સાવચેતી રાખવા અપીલ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમા હિટવેવને લઇ ટ્વિટર (X) પર પોસ્ટ કર્યું છે. સીએમ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરતાં ગુજરાતની જનતાને સંબોધીને કહેવામાં આવ્યું છે કે આપણે બધા હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટવેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે. સીએમ પટેલે વધુમાં લખ્યું આ આકરા તડકામાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે. સીએમ પટેલે વધુમાં જણાવ્યું છે કે 'સાવચેતી એ જ સલામતી' એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે, તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ.

હજુ 4 દિવસ રહેશે ગરમીનો પ્રકોપ 

રાજ્યમાં સતત ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આ સમયે હવામાન વિભાગે આવનારા 4 દિવસને લઈને ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક સુધી રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ વોર્મ નાઈટની પણ અસર જોવા મળી શકે છે.

આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે

સૌરાષ્ટ્રમાં પણ ગરમીનું ઓરેન્જ અલર્ટ જોવા મળી શકે છે. આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહે તેવી સ્થિતિ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 46 ડિગ્રી પાર નોંધાઈ શકે છે. ચાર દિવસ બાદ તાપમાન ધીરે ધીરે ઘટશે. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

કયા શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ

આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે ગરમીની અસર વધુ રહેશે.