Gujarat CM: ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી, 142 કિમીના રસ્તાઓનું થશે રિસરફેસિંગ

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગત્યના એવા 142 કિલોમીટરના 5 રસ્તાઓના સમારકામ માટે મંજૂરી આપી છે. રાજ્યના ચાલી રહેલા પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા કે પુરક રસ્તા તરીકે કાર્યરત હોય તેવા કુલ ૧૪૨ કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.પેથાપુર-નારદિપુર-ખેરવા ૨૨.૪૦ કિ.મી. માટે રૂ. ૨૭.૭૫ કરોડજામનગર-લાલપુર-વેરાદ ૩૧.૮૫ કિ.મી. માટે રૂ. ૧૮.૦૨ કરોડનડિયાદ-પેટલાદ-ખંભાત ૨૪.૦૦ કિ.મી. માટે રૂ. ૨૩.૪૫ કરોડચિખલી-ધરમપુર ૨૦.૪૫ કિ.મી. માટે રૂ. ૧૯.૯૮ કરોડભુજ-મુંદ્રા ૪૩.૫૦ કિ.મી માટે રૂ. ૪૨.૫૧ કરોડરાજ્યમાં ઉધ્યોગ અને પ્રવાસન માટે સારું પરિવહન હોવું જરૂરી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા કુલ 142 કિ.મી લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરી છે. તદ્દઅનુસાર, પેથાપુર-નારદીપુર-ખેરવા 22.40 કિ.મી માટે 27.75 કરોડ , જામનગર-લાલપુર-વેરાદ 31.85 કિ.મી. માટે 18.02 કરોડ તેમજ નડિયાદ-પેટલાદ-ખંભાત 24.00 કિ.મી. માટે 23.45 કરોડ અને ચીખલી-ધરમપુર 20.45 કિ.મી. માટે 19.98 કરોડ તથા ભુજ-મુંદ્રા 43.50 કિ.મી. માટે 42.51 કરોડ ફાળવ્યા છે અને આ માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના અગત્યના માર્ગોના નિર્માણની રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હસ્તકની કામગીરી વધુ ગતિશીલ બનશે. રાજ્ય સરકારના સાહસ સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાછલા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રીસર્ફેસિંગ, વિસ્તૃતિકરણ વગેરે માટે કુલ ૨૯૯૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવેલા છે.  

Gujarat CM: ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી, 142 કિમીના રસ્તાઓનું થશે રિસરફેસિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગત્યના એવા 142 કિલોમીટરના 5 રસ્તાઓના સમારકામ માટે મંજૂરી આપી છે. રાજ્યના ચાલી રહેલા પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા કે પુરક રસ્તા તરીકે કાર્યરત હોય તેવા કુલ ૧૪૨ કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

  • પેથાપુર-નારદિપુર-ખેરવા ૨૨.૪૦ કિ.મી. માટે રૂ. ૨૭.૭૫ કરોડ
  • જામનગર-લાલપુર-વેરાદ ૩૧.૮૫ કિ.મી. માટે રૂ. ૧૮.૦૨ કરોડ
  • નડિયાદ-પેટલાદ-ખંભાત ૨૪.૦૦ કિ.મી. માટે રૂ. ૨૩.૪૫ કરોડ
  • ચિખલી-ધરમપુર ૨૦.૪૫ કિ.મી. માટે રૂ. ૧૯.૯૮ કરોડ
  • ભુજ-મુંદ્રા ૪૩.૫૦ કિ.મી માટે રૂ. ૪૨.૫૧ કરોડ

રાજ્યમાં ઉધ્યોગ અને પ્રવાસન માટે સારું પરિવહન હોવું જરૂરી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા કુલ 142 કિ.મી લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરી છે. તદ્દઅનુસાર, પેથાપુર-નારદીપુર-ખેરવા 22.40 કિ.મી માટે 27.75 કરોડ , જામનગર-લાલપુર-વેરાદ 31.85 કિ.મી. માટે 18.02 કરોડ તેમજ નડિયાદ-પેટલાદ-ખંભાત 24.00 કિ.મી. માટે 23.45 કરોડ અને ચીખલી-ધરમપુર 20.45 કિ.મી. માટે 19.98 કરોડ તથા ભુજ-મુંદ્રા 43.50 કિ.મી. માટે 42.51 કરોડ ફાળવ્યા છે અને આ માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના અગત્યના માર્ગોના નિર્માણની રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હસ્તકની કામગીરી વધુ ગતિશીલ બનશે. રાજ્ય સરકારના સાહસ સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાછલા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રીસર્ફેસિંગ, વિસ્તૃતિકરણ વગેરે માટે કુલ ૨૯૯૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવેલા છે.