રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત કરવામાં ગુજરાત રહ્યું સફળ, કરી આ કામગીરી
નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા 2 દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમજ આર્થિક એન્જિન રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાણા મંત્રી કનુ દેસાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી સહિત ખર્ચ નિયત મર્યાદામાં રહીને જ કરવામાં આવી રહ્યો છે.નાણાકીય વર્ષ 2024-25માં 40 ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા ઉંચો વૃદ્ધિદર હાંસલ કરવા માટે મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતું જાહેર દેવું રાજ્યના વિકાસને વધુ વેગવંત બનાવવા તેમજ મૂડી ખર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24માં 65 ટકાનો અને નાણાકીય વર્ષ 2024-25માં 40 ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે. વધુમાં વર્ષ 2005માં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમને રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે. જે અન્વયે રાજયના ઘરગથ્થુ ઉત્પાદનના પ્રમાણમાં જાહેર દેવું 27.10 ટકાથી નીચે રહેવું જોઈએ. વર્ષ 2000-01માં તે સમયનું જાહેર દેવું GSDPના 23.86 ટકા હતું. જેમાં ઉત્તરોત્તર ઘટાડો લાવીને નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલા અંદાજોમાં 15.34 ટકા તેમજ નાણાકીય વર્ષ: 2024-25ના અંદાજોમાં 15.27 ટકા સૂચવવામાં આવ્યું છે. 2024-25માં રાજ્યવિત્તીય ખાદ્ય માત્ર 1.86 ટકા રહેવાનો અંદાજ રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે, COVID-19ના વર્ષને બાદ કરતા આ પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. GSDPના પ્રમાણમાં જાહેરદેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને છે, જે રાજ્ય સરકારનું યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન બતાવે છે. ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમ, 2005 અનુસાર રાજ્યવિત્તીય ખાદ્યનું પ્રમાણ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના 3 ટકાની મર્યાદામાં રાખવાનું હોય છે. ગુજરાતે અસરકારક રાજવિત્તીય વ્યવસ્થાપન દ્વારા રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત રાખવામાં સફળતા મેળવી છે અને નાણાકીય વર્ષ 2024-25માં રાજ્યવિત્તીય ખાદ્ય માત્ર 1.86 ટકા અંદાજવામાં આવી છે. લાંબા સમયગાળાની લોન લેવામાં પણ ગુજરાત અગ્રેસર મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ જે નાણાકીય વર્ષ 2000-01 માં 25.17 ટકા જેટલું ઊચું હતું તે ઘટીને નાણાકીય વર્ષ 2022-23માં 11.76 ટકા જેટલું થયું છે અને નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલ અંદાજ મુજબ આ પ્રમાણ 11.68 ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વગર વ્યાજની 50 વર્ષના લાંબા સમયગાળાની લોન લેવામાં પણ ગુજરાત અગ્રેસર છે. ગત નાણાકીય વર્ષમાં ગુજરાત દ્વારા લેવામાં આવેલ કુલ જાહેર દેવામાંથી 20 ટકા કરતાં પણ વધારે હિસ્સો આવી વગર વ્યાજની કે ઓછા દરની લોનનો છે. નાબાર્ડ દ્વારા ગ્રામિણ આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ માટે કન્શેસનલ દરે લોન આપવામાં આવે છે. આ ઓછા દરની લોન લેવામાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી અગ્રેસર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા 2 દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમજ આર્થિક એન્જિન રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાણા મંત્રી કનુ દેસાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી સહિત ખર્ચ નિયત મર્યાદામાં રહીને જ કરવામાં આવી રહ્યો છે.
નાણાકીય વર્ષ 2024-25માં 40 ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે
ગુજરાત સરકાર દ્વારા ઉંચો વૃદ્ધિદર હાંસલ કરવા માટે મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતું જાહેર દેવું રાજ્યના વિકાસને વધુ વેગવંત બનાવવા તેમજ મૂડી ખર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24માં 65 ટકાનો અને નાણાકીય વર્ષ 2024-25માં 40 ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.
વધુમાં વર્ષ 2005માં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમને રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે. જે અન્વયે રાજયના ઘરગથ્થુ ઉત્પાદનના પ્રમાણમાં જાહેર દેવું 27.10 ટકાથી નીચે રહેવું જોઈએ. વર્ષ 2000-01માં તે સમયનું જાહેર દેવું GSDPના 23.86 ટકા હતું. જેમાં ઉત્તરોત્તર ઘટાડો લાવીને નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલા અંદાજોમાં 15.34 ટકા તેમજ નાણાકીય વર્ષ: 2024-25ના અંદાજોમાં 15.27 ટકા સૂચવવામાં આવ્યું છે.
2024-25માં રાજ્યવિત્તીય ખાદ્ય માત્ર 1.86 ટકા રહેવાનો અંદાજ
રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે, COVID-19ના વર્ષને બાદ કરતા આ પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. GSDPના પ્રમાણમાં જાહેરદેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને છે, જે રાજ્ય સરકારનું યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન બતાવે છે. ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમ, 2005 અનુસાર રાજ્યવિત્તીય ખાદ્યનું પ્રમાણ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના 3 ટકાની મર્યાદામાં રાખવાનું હોય છે. ગુજરાતે અસરકારક રાજવિત્તીય વ્યવસ્થાપન દ્વારા રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત રાખવામાં સફળતા મેળવી છે અને નાણાકીય વર્ષ 2024-25માં રાજ્યવિત્તીય ખાદ્ય માત્ર 1.86 ટકા અંદાજવામાં આવી છે.
લાંબા સમયગાળાની લોન લેવામાં પણ ગુજરાત અગ્રેસર
મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ જે નાણાકીય વર્ષ 2000-01 માં 25.17 ટકા જેટલું ઊચું હતું તે ઘટીને નાણાકીય વર્ષ 2022-23માં 11.76 ટકા જેટલું થયું છે અને નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલ અંદાજ મુજબ આ પ્રમાણ 11.68 ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વગર વ્યાજની 50 વર્ષના લાંબા સમયગાળાની લોન લેવામાં પણ ગુજરાત અગ્રેસર છે. ગત નાણાકીય વર્ષમાં ગુજરાત દ્વારા લેવામાં આવેલ કુલ જાહેર દેવામાંથી 20 ટકા કરતાં પણ વધારે હિસ્સો આવી વગર વ્યાજની કે ઓછા દરની લોનનો છે. નાબાર્ડ દ્વારા ગ્રામિણ આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ માટે કન્શેસનલ દરે લોન આપવામાં આવે છે. આ ઓછા દરની લોન લેવામાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી અગ્રેસર છે.