Gujarat: 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ તેજ, રાજયનું એક પ્રતિનિધિ મંડળ લંડન જશે

May 29, 2025 - 21:30
Gujarat: 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ તેજ, રાજયનું એક પ્રતિનિધિ મંડળ લંડન જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારત તરફથી અમદવાદમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક માટે તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. ગુજરાતથી એક પ્રતિનિધિ મંડળ લંડન જશે. આ ઉપરાંત રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ લંડન જશે. 31મેથી 8 જૂન સુધી ત્રણ IAS અધિકારીઓનો પ્રવાસ ગોઠવાયો છે. ભારતમાં ઓલિમ્પિકના આયોજન સંદર્ભે આ પ્રવાસ ગોઠવાયો છે. આ ટીમ કોમનવેલ્થ ટીમની મુલાકાત માટે જશે.

રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ લંડન જશે

હવે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઓલિમ્પિકના આયોજન માટે સરકારે કમરકસી છે. આ માટે IAS અધિકારીઓની એક ટીમ આગામી 31મી મેથી 8 જૂન સુધી લંડનના પ્રવાસે જશે. જ્યાં તે કોમનવેલ્થ ટીમની મુલાકાત લેશે. આ ઉપરાંત રાજ્યના રમતગમત અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ લંડનના પ્રવાસે જશે. ભારતમાં ઓલિમ્પિકના આયોજન સંદર્ભે આ પ્રવાસ ગોઠવાયો હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે

ગુજરાતમાં ઓલિમ્પિક રમતો ક્યાં રમાડી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. રાજ્યમાં ઓલિમ્પિકની શક્યતાઓને પગલે 33 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 17 સ્પોટ અમદાવાદમાં અને 6 સ્પોટ ગાંધીનગરમાં છે. બાકીના સ્પોટ રાજ્યમાં અન્ય સ્થળો પર પસંદ કરવામાં આવ્યાં છે. આ 33 સંભવિત સ્પોટ્સ પર સિંગલ સ્પોર્ટસ માટે 22 અને મલ્ટી સ્પોર્ટસ માટે 11 સ્થળ પસંદ કરાયા છે. આ 33 સ્થળો માટે પહેલા 131 સાઈટ્સનું મૂલ્યાંકન કરાયુ હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0