Gujarat : રાજ્યમાં તાપમાનમાં વધારો થતા કડકડતી ઠંડીમાંથી છુટકારો
ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું. પવનની દિશા બદલાતા લોકોને કડકડતી ઠંડીમાંથી રાહત મળશે. મોડી રાત્રે લઘુત્તમ તાપમાન વધતાં ઠંડીનું જોર રહેશે. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તાર અને પર્વતીય વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. જ્યારે શહેરી વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું.વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ અને બપોરે ગરમી જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ઠંડીમાં ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગે રાજ્યના જુદા-જુદા વિસ્તારોને લઈને ઠંડીની આગાહી કરી છે. આ સાથે નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં અમદાવાદ સહિતના સ્થાનો પર સરેરાશ 12 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું. અમદાવાદમાં 13.8 અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી, ડીસામાં 13.5 જયારે પોરબંદરમાં 12.6 ડિગ્રી, કંડલામાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કેશોદ, વડોદરા અને ભુજ જેવા સ્થાનો પર નલિયાની સરખામણીએ વધુ તાપમાન જોવા મળ્યું.વલ્લભ વિદ્યાનગરમાં 16.4 ડિગ્રી, કેશોદમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 14.7 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.6 ડિગ્રી, ભુજમાં 16.8 ડિગ્રી, ભાવનગરમાં 17 ડિગ્રી અને દ્વારકામાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યુંદેશના ઉત્તરથી ઉત્તર પૂર્વીય ઠંડા પવનો ધીમા પડતા ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંઘાયો ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે. પરંતુ રાત્રે હજુ પણ ઠંડીમાંથી રાહત નહીં મળે.એવું કહેવાય છે કે મહા મહિનામાં આવતી શિવરાત્રી બાદ ઠંડીનું જોર ઘટશે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન ઠંડીનો ચમકારો યથાવત છે જ્યારે ભુજ અને ભાવનગર સહિત દ્વારકામાં તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. લોકોને હજુ પણ થોડા દિવસો સુધી સ્વેટર, મફલર અને જેકેટની જરૂરિયાત રહેશે.
![Gujarat : રાજ્યમાં તાપમાનમાં વધારો થતા કડકડતી ઠંડીમાંથી છુટકારો](https://epapercdn.sandesh.com/images/2025/02/11/QvVjZtv4y5GEmFVkuAg00XHyKq6M1sgGdXIlpbqn.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું. પવનની દિશા બદલાતા લોકોને કડકડતી ઠંડીમાંથી રાહત મળશે. મોડી રાત્રે લઘુત્તમ તાપમાન વધતાં ઠંડીનું જોર રહેશે. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તાર અને પર્વતીય વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. જ્યારે શહેરી વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું.વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ અને બપોરે ગરમી જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ઠંડીમાં ઘટાડો જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે રાજ્યના જુદા-જુદા વિસ્તારોને લઈને ઠંડીની આગાહી કરી છે. આ સાથે નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં અમદાવાદ સહિતના સ્થાનો પર સરેરાશ 12 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું. અમદાવાદમાં 13.8 અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી, ડીસામાં 13.5 જયારે પોરબંદરમાં 12.6 ડિગ્રી, કંડલામાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કેશોદ, વડોદરા અને ભુજ જેવા સ્થાનો પર નલિયાની સરખામણીએ વધુ તાપમાન જોવા મળ્યું.વલ્લભ વિદ્યાનગરમાં 16.4 ડિગ્રી, કેશોદમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 14.7 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.6 ડિગ્રી, ભુજમાં 16.8 ડિગ્રી, ભાવનગરમાં 17 ડિગ્રી અને દ્વારકામાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું
દેશના ઉત્તરથી ઉત્તર પૂર્વીય ઠંડા પવનો ધીમા પડતા ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંઘાયો ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે. પરંતુ રાત્રે હજુ પણ ઠંડીમાંથી રાહત નહીં મળે.એવું કહેવાય છે કે મહા મહિનામાં આવતી શિવરાત્રી બાદ ઠંડીનું જોર ઘટશે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન ઠંડીનો ચમકારો યથાવત છે જ્યારે ભુજ અને ભાવનગર સહિત દ્વારકામાં તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. લોકોને હજુ પણ થોડા દિવસો સુધી સ્વેટર, મફલર અને જેકેટની જરૂરિયાત રહેશે.