Gujarat: રાજકોટની પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં 3 આરોપીની ધરપકડ

Feb 20, 2025 - 00:00
Gujarat: રાજકોટની પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં 3 આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થવા મામલે સાયબર ક્રાઇમે ત્રણ આરોપીઓની ઓળખ કરી ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી હતી. આરોપીઓ હેકર્સની મદદથી સીસીટીવી હેક કરાવી તેના વિડીયો સોશિયલ મીડિયા પર વેચતા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, આ રેકેટનું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવતા સાઈબર ક્રાઇમ અને ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ છે. પોલીસે 48 કલાકમાં પોલીસે અલગ અલગ બે રાજ્યોમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને પૂછપરછ શરૂ કરી હતી. 

રાજકોટની મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી વાયરલનો મામલો

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના મહિલાઓની સારવાર દરમિયાનના સીસીટીવી youtube અને ટેલિગ્રામ પર વાયરલ થતા સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ સક્રિય થયો અને આ વિડીયો વાયરલ કરનાર મહારાષ્ટ્રના પ્રજવલ તૈલીની લાતૂર અને પ્રજ પાટીલની સાંગલીથી ધરપકડ કરવામાં આવી છે સાથે જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ચંદ્રપ્રકાશ ભીંસ નામના ત્રીજા આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ હોસ્પિટલ અને મોલના સીસીટીવી ક્યુ આર કોડના ફોર્મમાં 2000 રૂપિયા કે તેનાથી વધુના ભાવે વેચાણ કરતા હતા. જે વિડિયો વિકૃત માનસિકતા ધરાવતા લોકો ખરીદી અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ કરતા હોવાનું સામે આવ્યું છે.

2 રાજયોમાંથી 3 આરોપીની ધરપકડ

17 ફેબ્રુઆરીના રોજ વાયરલ થયેલા વિડીયો અંગે તપાસ કરતા 48 કલાકમાં પોલીસે અલગ અલગ બે રાજ્યોમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. જોકે આરોપીઓ સાથે ટેલિગ્રામ ગ્રુપમાં સંખ્યાબંધ લોકો સંકળાયેલા છે. આ સાથે જ વર્ચ્યુઅલ નંબરથી આરોપીઓ વિદેશના હેકરોના પણ સંપર્કમાં હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમની સાથે ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં જોતરાઈ છે. ત્યારે એક સીસીટીવીથી શરૂ થયેલું આ રેકેટ કેટલુ મોટુ બહાર આવે છે તે મહત્વનું છે.

સીસીટીવી હેક કરવા માટે ડિસેમ્બર મહિનાથી પ્રયત્ન કરતા હતા

ઝડપાયેલ ત્રણે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા મહારાષ્ટ્રના બંને આરોપી પ્રજવલ અને પ્રજ ધોરણ 12 પાસ છે. અને નીટની તૈયારી કરી રહ્યા છે. જોકે પ્રજવલ રોમાનિયા અને અન્ય દેશોના હેકરોના સંપર્કમાં રહી હોસ્પિટલ મોલ અને અન્ય જગ્યાના સીસીટીવી ફૂટેજ હેક કરાવતા હતા. રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરવા માટે ડિસેમ્બર મહિનાથી પ્રયત્ન કરતા હતા. જોકે ફેબ્રુઆરીમાં સીસીટીવી હેક થતા તેના વિડીયો સોશિયલ મીડિયા પર વેચાણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

અન્ય હેકરો અને આરોપીઓની માહિતી સામે આવશે

પોલીસની પ્રાથમિક તપાસમાં હોસ્પિટલના વિડીયો હોવાનું સામે આવતા રાજકોટ પોલીસે ત્રણ મહિનાના આઇપી લોગ મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં હોસ્પિટલના કોઈપણ કર્મચારીની સંડોવણી ન હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ઝડપાયેલા આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ પ્રકારે વિડીયો મેળવી તેને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આરોપીઓના યુપીઆઈમાં મોટી માત્રામાં રૂપિયાની હેરાફેરી થઈ હોવાની પણ માહિતી સામે આવી છે. જેથી આરોપીઓની સાથે સંકળાયેલા અન્ય હેકરો અને આરોપીઓની માહિતી સામે આવશે જે બાદ તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0