Gram Panchayat election: અંકલેશ્વરના સજોદ ગામમાં મતદારોને પૈસા વહેંચતો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ક્યાંક બોગસ મતદાન અને ક્યાંક બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હોવાના બનાવો સામે આવ્યાં છે. કેટલીક પંચાયતોમાં મતદારોના નામ યાદીમાંથી ગાયબ થયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૈસા વહેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સજોદ ગ્રામ પંચાયતમાં પૈસા વહેંચવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ અને ચૂંટણી અધિકારીએ તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અંકલેશ્વરની સજોદ ગ્રામ પંચાયતમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સજોદ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન મતદારોને પૈસા વહેંચવાનો વીડિયો વાયરલ થયો છે. આ ચૂંટણીમાં સહકાર પેનલે વિકાસ પેનલ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ અને ચૂંટણી અધિકારીએ તપાસ હાથ ધરી છે.
આદિવાસી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન
અંકલેશ્વર તાલુકામાં સજોદ ગ્રામ પંચાયતમાં આદિવાસી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરાઈ રહ્યું છે. આ દરમિયાન મતદારોને પૈસા વહેંચવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સહકાર પેનલ દ્વારા વિકાસ પેનલ પર સજોદ ગામના આદિવાસી વિસ્તારમાં પૈસા વહેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ અને ચૂંટણી અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
What's Your Reaction?






