Gram Panchayat election: છેલ્લી ઘડીએ કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારનું ફોર્મ ચોરાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન ભરૂચના વાગરામાં કોંગ્રેસના કાર્યાલયમાંથી ઉમેદવારના ફોર્મની ચોરી થઈ હતી. વાગરામાં શાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મ ચોરાઈ જતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ રાઠોડના ફોર્મની ચોરી થતાં પક્ષના આગેવાનોએ પોલીસ ફરિયાદ કરી હતી.
ફોર્મની ચોરી થતાં સમગ્ર પંથકના લોકોમાં કૂતુહલ સર્જાયું
ભરૂચના વાગરા તાલુકામાંથી આજે કોંગ્રેસ કાર્યાલયમાંથી શાયખા ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવાર દિનેશ રાઠોડના ફોર્મની ચોરી થઈ હતી. છેલ્લી ઘડીએ ફોર્મ ચોરોતા કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવાર દોડતા થઈ ગયા હતાં. સામાન્ય રીતે તસ્કરો ઘર અને દુકાનના તાળા તોડીને સોના ચાંદી અને રોકડા રૂપિયાની ચોરી કરતા હોય છે પણ વાગરાના કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારના ફોર્મની ચોરી થતાં સમગ્ર પંથકના લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.
ફોર્મ કોંગ્રેસ કાર્યાલયના ટેબલના ખાનામાં મુક્યા હતાં
ગઈકાલે રવિવારે ઉમેદવારે પોતાના વકીલ મારફતે ભરાયેલા ફોર્મ કોંગ્રેસ કાર્યાલયના ટેબલના ખાનામાં મુક્યા હતાં. સોમવારે સવારે કાર્યાલય ખોલતા ફોર્મ ભરેલી થેલી ગાયબ થઈ હતી. કાર્યાલયના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ હતી. તેમાં કોઈ માહિતી સામે આવી નહોતી. જેથી ઉમેદવાર અને આગેવાનોએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોએ ઉમેદવારને બોલાવી વકીલ મારફતે ફરીવાર નવા ફોર્મ ભરાવ્યા હતાં.
What's Your Reaction?






