Gram Panchayat Election: ગોધરાના સાંપા ગામમાં કેવા સરપંચ ઈચ્છી રહ્યા છે ગ્રામજનો?

Jun 4, 2025 - 17:30
Gram Panchayat Election: ગોધરાના સાંપા ગામમાં કેવા સરપંચ ઈચ્છી રહ્યા છે ગ્રામજનો?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર રાજ્યની 8,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થઈ ગયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં રાજકારણ ગરમાવાની શક્યતાઓ વચ્ચે આવનારી ચૂંટણીઓમાં કેવા સરપંચ હોવા જોઈએ એ બાબતે ગ્રામ્ય વિસ્તારમાં લોકો સાથે ચર્ચા કરવામાં આવી, જેમાં ગોધરાના સાપા ગામ કે જેની વસ્તી 11,000 જેટલી છે. ત્યાં પણ ચૂંટણીઓ યોજાવાની છે અને ત્યાંના ગ્રામજનોની શું છે અપેક્ષાઓ? તે મામલે સંદેશ ન્યુઝ દ્વારા સાંપા ગામની મુલાકાત લઈ ગામના લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

અઢી વર્ષથી વહીવટદાર દ્વારા ગામનો થાય છે વહીવટ

તમને જણાવી દઈએ કે ગોધરા તાલુકાનું સાંપા ગામ 11,000ની વસ્તી ધરાવે છે. ગામમાં આમ તો પ્રવેશતા સારા ડામરવાળા રસ્તાઓ છે, ગામની મધ્યમાં આવેલા ગ્રામ પંચાયતનું મકાન પણ સારી સ્થિતિમાં જોવા મળ્યું છે. છેલ્લા અઢી વર્ષથી અહીં સરપંચના પાંચ વર્ષ પુર્ણ થઈ જતા વહીવટદાર દ્વારા વહીવટ થતો હતો. જે બાબતે ગામના લોકો થોડા નારાજ જોવા મળ્યા, કારણ કે ગામનો સરપંચ હોય તો એની પાસેથી વિકાસના કામોની અપેક્ષાઓ રખાય પણ છે પણ ગામમાં વીજળી, પાણી અને રસ્તાઓ બાબતે છેલ્લા અઢી વર્ષથી નવા કોઈ કામ થયા ના હોવાથી ગામ લોકોમાં નારાજગી જોવા મળી હતી.

રોજીરોટી કમાવવા ગામના લોકોને જવુ પડે છે દૂર

ત્યારે મોડે મોડે પણ ચૂંટણીની જાહેરાત થતા ગામનું રાજકારણ ફરી જીવિત થયું છે અને આવનારા સમયમાં નવા સરપંચ ચૂંટવાના હોવાથી ગામના લોકો રાજી તો દેખાયા છે. ગામમાં ધોરણ 1થી 12ની સ્કુલ છે, ગામમાં પીએચસી સેન્ટર છે, ગામ સ્પોર્ટ્સની બાબતે અને ખાસ કરીને ખો ખોની રમતમાં રાજ્ય સ્તરે આગળ છે. જોકે સિંચાઈની સુવિધાઓ નહીવત હોવાથી અહીં એક જ સિઝનનો પાક લેવામાં આવે છે, ત્યારે ગામનો મુખ્ય વ્યવસાય ગામની બહાર શહેરામાં જઈ રોજીરોટી કમાવાનો છે. ગામમાં રોજગારીનું કોઈ સાધન કે સુવિધાઓ ઉપલબ્ધ નથી, છતાં આવડા મોટા ગામમા આગામી સમયમાં વિકાસના કામોની અપેક્ષાઓ સાથે આગામી સરપંચની ચૂંટણીઓ યોજાશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0