Godhra: ગોધરા ખાતે ત્રણ જિલ્લાના આદિવાસી સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો

Nov 3, 2025 - 00:30
Godhra: ગોધરા ખાતે ત્રણ જિલ્લાના આદિવાસી સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન, દાહોદના ઉપક્રમે આજરોજ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ કબીર મંદિર, ગોધરા ખાતે ભવનના અધ્યક્ષ અને નિવૃત અધિક કલેક્ટર સી. આર. સંગાડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ભવનના મંત્રી દિનેશભાઇ બારીયા ગુરુજીએ મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. ભવનના પૂર્વ અધ્યક્ષ અને નિવૃત ADGP સ્વ. વી. એમ. પારગી (IPS ) ને મરણોત્તર આદિવાસી સમાજરત્ન સન્માન એનાયત કરવામાં આવ્યું હતુ. નિવૃત અધિક કલેક્ટર એસ. એસ. બારીયા તથા નિવૃત પ્રોફેસર અને સાહિત્યકાર સુરમલભાઈ વહોનિયાને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.સેવામા નિયુક્ત થયેલા વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ તથા મદદનીશ પ્રાધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ સમારંભમાં નિવૃત IPS આર. જે. પારગી, ડૉ. કે. આર. ડામોર, નિવૃત આસિસ્ટન્ટ લેબર કમિશ્નર ડી. એમ. ડામોર, નિવૃત GST આસિસ્ટન્ટ કમિશ્નર કુંજલતાબેન પરમાર, નિવૃત મામલતદાર રૂપેશભાઈ ગરોડ,ડૉ. ઇસ્માઇલ સંગાડા, ડૉ. રાજુભાઈ ભુરીયા, ડૉ. જીગ્નેશભાઈ ભુરીયા ભવનના કન્વીનર એફ્. બી. વહોનિયા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0