Girsomnathના કોડીનારમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતો અકળાયા, યાર્ડમાં બેસીને કર્યો વિરોધ
કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરોની માંગ સાથે ખેડૂતોનો હોબાળો મચાવી હરરાજી બંધ કરાવી જો કે,આ મુદ્દે યાર્ડ સત્તાધીશો એ જણાવ્યું હતું કે હાલ રૂપિયા 1000 થી 1215 સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે જ છે,કોડીનાર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં આજે સરકારે બહાર પડેલા ટેકાના ભાવથી ખરીદી કરવાના મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવી મગફળીની ખરીદી સરકારે બહાર પડેલા 1356ના ટેકાના ભાવે ખરીદી કરવાની જિદ સાથે હોબાળો કરી હરરાજી બંધ કરાવી. રસ્તો કર્યો બંધ ખેડૂતોએ હરાજી ઠપ્પ કરાવી યાર્ડના ગેટ પર પહોંચી રસ્તો બંધ કર્યો.કોડીનાર યાર્ડમાં આ મગફળી ની ગુણવત્તાના આધારે વેપારીઓએ બજાર કિંમત આકતા હોય છે પણ છેલ્લા 2 દિવસથી સરકારે કોડીનારમાં ટેકાના 1356 ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરતાં આજે ખેડૂતોએ યાર્ડમાં પણ ટેકાના ભાવેજ ખરીદી શરૂ કરવાની જીદ્દ કરી હોબાળો કરી હરરાજી બંધ કરવું હતી સાથો સાથ ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી પેમેન્ટ મોડું મળે છે. મગફળીનો પાક ઓછો દરેક નાના ખેડૂત સરકારના મગફળી દેવામાં વાર લાગે છે એટલે અમારે યાર્ડમાં મગફળી દેવામાં આવવું પડે છે પણ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે ખેડૂતો ને પણ આ વખતે પાક ઓછો થયો હોય અને તેમાં પણ ભાવ ઓછા મળવાથી બિયારણ કે મજૂરી ના પૈસા પણ થતા ન હોય ખેડૂતો ની હાલત પણ પડ્યા ઉપર પાટુ જેવી થઈ છે.જોકે આ સમગ્ર મામલે યાર્ડ સત્તાધિશોએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની બજારના મુજબ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં પણ 1000 થી લઈને 1215 સુધી મગફળીની ગુણવત્તા મુજબના ભાવ મળે છે બજાર જાહેર છે ભાવ વર્તમાનપત્રોમાં અને અન્ય તમામ જગ્યાએ જણસીના ભાવો જાહેર છે. હરાજીને લઈ થઈ બબાલ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે જ યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તા વાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાઓની મગફળી ના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીઓને પોષય તેમ ન હોય માટે ગુણવત્તા મુજબ યાડમાં સૌથી સારા ભાવ મળે જ છે અને યાર્ડ સેક્રેટરીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો ખેડૂતોને મગફળીના ભાવ પરવડે તેમ ના હોય અને સરકારમાં દેવી હોય તો પણ છૂટ છે અને સર ભાવ મેળવવા ખેડૂતોએ રાહ જોવી જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરોની માંગ સાથે ખેડૂતોનો હોબાળો મચાવી હરરાજી બંધ કરાવી જો કે,આ મુદ્દે યાર્ડ સત્તાધીશો એ જણાવ્યું હતું કે હાલ રૂપિયા 1000 થી 1215 સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે જ છે,કોડીનાર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં આજે સરકારે બહાર પડેલા ટેકાના ભાવથી ખરીદી કરવાના મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવી મગફળીની ખરીદી સરકારે બહાર પડેલા 1356ના ટેકાના ભાવે ખરીદી કરવાની જિદ સાથે હોબાળો કરી હરરાજી બંધ કરાવી.
રસ્તો કર્યો બંધ
ખેડૂતોએ હરાજી ઠપ્પ કરાવી યાર્ડના ગેટ પર પહોંચી રસ્તો બંધ કર્યો.કોડીનાર યાર્ડમાં આ મગફળી ની ગુણવત્તાના આધારે વેપારીઓએ બજાર કિંમત આકતા હોય છે પણ છેલ્લા 2 દિવસથી સરકારે કોડીનારમાં ટેકાના 1356 ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરતાં આજે ખેડૂતોએ યાર્ડમાં પણ ટેકાના ભાવેજ ખરીદી શરૂ કરવાની જીદ્દ કરી હોબાળો કરી હરરાજી બંધ કરવું હતી સાથો સાથ ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી પેમેન્ટ મોડું મળે છે.
મગફળીનો પાક ઓછો
દરેક નાના ખેડૂત સરકારના મગફળી દેવામાં વાર લાગે છે એટલે અમારે યાર્ડમાં મગફળી દેવામાં આવવું પડે છે પણ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે ખેડૂતો ને પણ આ વખતે પાક ઓછો થયો હોય અને તેમાં પણ ભાવ ઓછા મળવાથી બિયારણ કે મજૂરી ના પૈસા પણ થતા ન હોય ખેડૂતો ની હાલત પણ પડ્યા ઉપર પાટુ જેવી થઈ છે.જોકે આ સમગ્ર મામલે યાર્ડ સત્તાધિશોએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની બજારના મુજબ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં પણ 1000 થી લઈને 1215 સુધી મગફળીની ગુણવત્તા મુજબના ભાવ મળે છે બજાર જાહેર છે ભાવ વર્તમાનપત્રોમાં અને અન્ય તમામ જગ્યાએ જણસીના ભાવો જાહેર છે.
હરાજીને લઈ થઈ બબાલ
સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે જ યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તા વાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાઓની મગફળી ના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીઓને પોષય તેમ ન હોય માટે ગુણવત્તા મુજબ યાડમાં સૌથી સારા ભાવ મળે જ છે અને યાર્ડ સેક્રેટરીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો ખેડૂતોને મગફળીના ભાવ પરવડે તેમ ના હોય અને સરકારમાં દેવી હોય તો પણ છૂટ છે અને સર ભાવ મેળવવા ખેડૂતોએ રાહ જોવી જોઈએ.