Suratમાં પથ્થરમારાની ઘટનામાં સૂર્યોદય ઉગે તે પહેલા 27 લોકોની પોલીસે કરી અટકાયત

સુરતના સૈયદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરાત્રે અસમાજીક તત્વો દ્રારા ગણેશ પંડાલ પર પથ્થરમારો કરી તંગદિલી ભર્યુ વાતાવરણ ઉભુ કર્યુ હતુ.જેને લઈ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.આ સમગ્ર ઘટનામાં પોલીસે ધમાલ કરનાર 27થી વધુ લોકોની અટકયાત કરી છે,જેમાંથી 6 લોકો સગીર વયના છે. મોડી રાત્રે વાહનોમાં કરાઈ આગચંપીસુરત આમ પણ ક્રાઈમ શહેર તરીકે ઓળખાય છે,છાશવારે ને છાશવારે સુરતમાં હત્યા,મારામારી,લૂંટના બનાવો બનતા હોય છે.ગતરાત્રે સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી જેમાં પોલીસે લાઠીચાર્જ કરી 4 ટીયરગેસ છોડયા હતા તો ટીખળખોરોએ વાહનો અને લારીઓમાં તોડફોડ પણ કરી હતી.મોડી રાત્રે સમગ્ર ઘટનાનો તાગ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ મેળવ્યો હતો અને સ્થિતિ કાબુમાં આવ્યા બાદ ફરીથી આરતી ઉતારવામાં આવી હતી.પોલીસનો લાલગેટ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે,અને સીસીટીવી કેમેરાની મદદથી તેમજ ડ્રોન સર્વેલન્સની મદદથી કામગીરી યથાવત છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પોલીસને સૂચના સમગ્ર ઘટનાને લઈ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચના આપી હતી,હર્ષ સંઘવીનું કહેવું છે કે,ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કરાયો હતો સાથે સાથે,પથ્થરમારો કરનારાઓને ઝડપી લેવાયા છે,શાંતિને ઠેસ પહોંચાડનારને છોડવામાં નહી આવે તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.લોકોને વિનંતી છે કે ખોટો મેસેજ માનવા નહી.ગુનો કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ છે. કાંકરીચાળો કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : CP સમગ્ર ઘટનાને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા,તેમણે કહ્યું કે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે,તેમજ અધિકારીઓ તેમજ પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે,રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે,તેમજ સીસીટીવી તેમજ ડ્રોનની મદદથી અન્ય આરોપીઓને શોધવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે.  

Suratમાં પથ્થરમારાની ઘટનામાં સૂર્યોદય ઉગે તે પહેલા 27 લોકોની પોલીસે કરી અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના સૈયદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરાત્રે અસમાજીક તત્વો દ્રારા ગણેશ પંડાલ પર પથ્થરમારો કરી તંગદિલી ભર્યુ વાતાવરણ ઉભુ કર્યુ હતુ.જેને લઈ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.આ સમગ્ર ઘટનામાં પોલીસે ધમાલ કરનાર 27થી વધુ લોકોની અટકયાત કરી છે,જેમાંથી 6 લોકો સગીર વયના છે.

મોડી રાત્રે વાહનોમાં કરાઈ આગચંપી

સુરત આમ પણ ક્રાઈમ શહેર તરીકે ઓળખાય છે,છાશવારે ને છાશવારે સુરતમાં હત્યા,મારામારી,લૂંટના બનાવો બનતા હોય છે.ગતરાત્રે સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી જેમાં પોલીસે લાઠીચાર્જ કરી 4 ટીયરગેસ છોડયા હતા તો ટીખળખોરોએ વાહનો અને લારીઓમાં તોડફોડ પણ કરી હતી.મોડી રાત્રે સમગ્ર ઘટનાનો તાગ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ મેળવ્યો હતો અને સ્થિતિ કાબુમાં આવ્યા બાદ ફરીથી આરતી ઉતારવામાં આવી હતી.પોલીસનો લાલગેટ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે,અને સીસીટીવી કેમેરાની મદદથી તેમજ ડ્રોન સર્વેલન્સની મદદથી કામગીરી યથાવત છે.


ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પોલીસને સૂચના

સમગ્ર ઘટનાને લઈ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચના આપી હતી,હર્ષ સંઘવીનું કહેવું છે કે,ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કરાયો હતો સાથે સાથે,પથ્થરમારો કરનારાઓને ઝડપી લેવાયા છે,શાંતિને ઠેસ પહોંચાડનારને છોડવામાં નહી આવે તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.લોકોને વિનંતી છે કે ખોટો મેસેજ માનવા નહી.ગુનો કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ છે.


કાંકરીચાળો કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : CP

સમગ્ર ઘટનાને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા,તેમણે કહ્યું કે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે,તેમજ અધિકારીઓ તેમજ પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે,રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે,તેમજ સીસીટીવી તેમજ ડ્રોનની મદદથી અન્ય આરોપીઓને શોધવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે.