Gir Somnathમાં ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ, ઉચ્ચ અધિકારીઓએ બુથનું કર્યુ નિરીક્ષણ

ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાની એક માત્ર સામાન્ય ચૂંટણી છે.આગામી 16-ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેકટર અને પોલીસ વડાએ કોડીનારની મુલાકાત લઈ ચૂંટણીની તૈયારી અંગે નિરીક્ષણ કર્યું અને શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેને લઈ નિરીક્ષણ પણ કર્યુ છે. ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા છે ગીરની કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન આવતીકાલે 16-ફેબ્રુઆરીએ યોજાવાનું છે.સવારે સાતથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.મુખ્યત્વે બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યા છે.જોકે ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા છે.તો કેટલાક કોંગ્રેસી ઉમેદવારો એ ભાજપને ટેકો જાહેર કરી દીધો છે. ભાજપ માટે આ ચૂંટણી જીતવાનો રસ્તો સરળ બની ગયો છે.આમ છતાં ચૂંટણી થવાની છે.કોડીનાર સંવેદનશીલ ગણાય છે. કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ-૩૨ બુથ છે આ માટે તંત્ર દ્વારા ખુબજ ચોક્કસ પગલાં ભરવામાં આવ્યા છે.કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ-૩૨ બુથ છે અને ૧૪ બિલ્ડીંગ છે.તમામ બુથ સંવેદનશીલ છે.આથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર મુક્ત, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જરૂરી આવશ્યક પગલાં ભરવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસનો ગોઠવાયો બંદોબસ્ત શહેરની શાંતિ ન ડહોળાઈ તે માટે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર અને પોલીસવડા તમામ બાબતો ઉપર દેખરેખ રાખી રહ્યા છે.મુખ્ય રાજકીય પક્ષોને પણ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે સાકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.કલેકટર તેમજ એસ.પી.અવાર નવાર સ્થળ મુલાકાત પણ કરે છે.તેમજ માર્ગદર્શન પણ આપે છે.કોડીનારના નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે, 'નિર્ભિક બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને તમેજ નક્કી કરો કે આગામી કોડીનાર નગરપાલિકાનું સુકાન કોણ સંભાળશે..?'  

Gir Somnathમાં ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ, ઉચ્ચ અધિકારીઓએ બુથનું કર્યુ નિરીક્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાની એક માત્ર સામાન્ય ચૂંટણી છે.આગામી 16-ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેકટર અને પોલીસ વડાએ કોડીનારની મુલાકાત લઈ ચૂંટણીની તૈયારી અંગે નિરીક્ષણ કર્યું અને શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેને લઈ નિરીક્ષણ પણ કર્યુ છે.

ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા છે

ગીરની કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન આવતીકાલે 16-ફેબ્રુઆરીએ યોજાવાનું છે.સવારે સાતથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.મુખ્યત્વે બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યા છે.જોકે ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા છે.તો કેટલાક કોંગ્રેસી ઉમેદવારો એ ભાજપને ટેકો જાહેર કરી દીધો છે. ભાજપ માટે આ ચૂંટણી જીતવાનો રસ્તો સરળ બની ગયો છે.આમ છતાં ચૂંટણી થવાની છે.કોડીનાર સંવેદનશીલ ગણાય છે.

કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ-૩૨ બુથ છે

આ માટે તંત્ર દ્વારા ખુબજ ચોક્કસ પગલાં ભરવામાં આવ્યા છે.કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ-૩૨ બુથ છે અને ૧૪ બિલ્ડીંગ છે.તમામ બુથ સંવેદનશીલ છે.આથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર મુક્ત, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જરૂરી આવશ્યક પગલાં ભરવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

પોલીસનો ગોઠવાયો બંદોબસ્ત

શહેરની શાંતિ ન ડહોળાઈ તે માટે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર અને પોલીસવડા તમામ બાબતો ઉપર દેખરેખ રાખી રહ્યા છે.મુખ્ય રાજકીય પક્ષોને પણ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે સાકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.કલેકટર તેમજ એસ.પી.અવાર નવાર સ્થળ મુલાકાત પણ કરે છે.તેમજ માર્ગદર્શન પણ આપે છે.કોડીનારના નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે, 'નિર્ભિક બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને તમેજ નક્કી કરો કે આગામી કોડીનાર નગરપાલિકાનું સુકાન કોણ સંભાળશે..?'