Gir Somnathમાં ઓર્ગેનિક ગોળના નામે મોટું કૌભાંડ, SOGએ કેમિકલ-એસિડનો જથ્થો કર્યો જપ્ત

ગીર સોમનાથમાં ઓર્ગેનિક ગોળના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગીર પંથકમાં SOGએ 5 સ્થળે દરોડા પાડી રૂપિયા 1.15 લાખનો કેમિકલ-એસિડનો જથ્થો જપ્ત કર્યો છે. ખાદ્ય ગોળમાં ઔદ્યોગિક કેમિકલનો ઉપયોગ થતું હોવાનું સામે આવ્યું છે.તાલાલામાં બે ગોડાઉન પર દરોડા પાડ્યા ગીર સોમનાથ જિલ્લામાં ઓર્ગેનિક ગોળના નામે ચાલી રહેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સુરવા, માધુપુર અને ખાંભામાં ત્રણ ગોળના રાબડા તેમજ તાલાલામાં બે ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા 1.15 લાખની કિંમતનો કેમિકલ અને એસિડનો જથ્થો જપ્ત કર્યો છે. 50 કિલો સેફોલાઈટ અને 280 લીટર ઔદ્યોગિક એસિડ જપ્ત જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે તાલાલાના સુરવા ગામે શ્રીજી ફાર્મ પરથી 50 કિલો સોડિયમ હાઈડ્રો સલ્ફાઈટ, 50 કિલો સેફોલાઈટ અને 280 લીટર ઔદ્યોગિક એસિડ જપ્ત કર્યુ છે. માધુપુર રોડ પરના ભાગ્યોદય ગોળ અને સુત્રાપાડાના ખાંભા ગામે ત્રિદેવ ગોળમાંથી પણ આવા જ પ્રકારના કેમિકલ્સ મળી આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે આ કેમિકલ્સની ખરીદી તાલાલામાં આવેલા ત્રિમૂર્તિ એન્ટરપ્રાઈઝ અને માધવ એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાંથી થતી હતી. આ બંને સ્થળેથી 400 કિલો સેફોલાઈટ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. રિપોર્ટ બાદ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે જન આરોગ્ય માટે જોખમી આ પ્રવૃત્તિની તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સામેલ કરવામાં આવી છે. વિભાગે તમામ સ્થળોએથી ગોળ અને કેમિકલના નમૂના લઈને લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

Gir Somnathમાં ઓર્ગેનિક ગોળના નામે મોટું કૌભાંડ, SOGએ કેમિકલ-એસિડનો જથ્થો કર્યો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથમાં ઓર્ગેનિક ગોળના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગીર પંથકમાં SOGએ 5 સ્થળે દરોડા પાડી રૂપિયા 1.15 લાખનો કેમિકલ-એસિડનો જથ્થો જપ્ત કર્યો છે. ખાદ્ય ગોળમાં ઔદ્યોગિક કેમિકલનો ઉપયોગ થતું હોવાનું સામે આવ્યું છે.

તાલાલામાં બે ગોડાઉન પર દરોડા પાડ્યા

ગીર સોમનાથ જિલ્લામાં ઓર્ગેનિક ગોળના નામે ચાલી રહેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સુરવા, માધુપુર અને ખાંભામાં ત્રણ ગોળના રાબડા તેમજ તાલાલામાં બે ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા 1.15 લાખની કિંમતનો કેમિકલ અને એસિડનો જથ્થો જપ્ત કર્યો છે.

50 કિલો સેફોલાઈટ અને 280 લીટર ઔદ્યોગિક એસિડ જપ્ત

જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે તાલાલાના સુરવા ગામે શ્રીજી ફાર્મ પરથી 50 કિલો સોડિયમ હાઈડ્રો સલ્ફાઈટ, 50 કિલો સેફોલાઈટ અને 280 લીટર ઔદ્યોગિક એસિડ જપ્ત કર્યુ છે. માધુપુર રોડ પરના ભાગ્યોદય ગોળ અને સુત્રાપાડાના ખાંભા ગામે ત્રિદેવ ગોળમાંથી પણ આવા જ પ્રકારના કેમિકલ્સ મળી આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે આ કેમિકલ્સની ખરીદી તાલાલામાં આવેલા ત્રિમૂર્તિ એન્ટરપ્રાઈઝ અને માધવ એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાંથી થતી હતી. આ બંને સ્થળેથી 400 કિલો સેફોલાઈટ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

રિપોર્ટ બાદ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

જન આરોગ્ય માટે જોખમી આ પ્રવૃત્તિની તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સામેલ કરવામાં આવી છે. વિભાગે તમામ સ્થળોએથી ગોળ અને કેમિકલના નમૂના લઈને લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.