Gir somnathના વેરાવળની વાંદરી ગેંગના 14 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ નોંધાયો ગુનો

ગીર સોમનાથમાં ગુજસીટોક હેઠળ પોલીસે મોટી કાર્યવાહી કરી હોવાની વાત સામે આવી છે જેમાં પ્રથમવાર 14 શખ્સો 194 ગુનામાં પોલીસ સંકજામાં ફસાયા છે જેને લઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.વેરાવળની વાંદરી ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી છે. 14 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા ગીર સોમનાથમાં પ્રથમવાર પોલીસે એક સાથે 14 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે જેમાં ગેંગ વિરુદ્ધ 10 વર્ષમાં 194 જેટલા ગુના નોંધાયા છે જેમાં શરીફ ચીનોઈ અને વસીમ ભૂરો ગેંગનો લીડર હોવાનું સામે આવ્યું છે,તુરક સમાજનો પ્રમુખ જાવિદ તાજવણી પણ ગેંગનો સભ્ય છે તો જિલ્લામાં 4થી વધુ ગુજસીટોક અંતર્ગત ગુના નોંધાયા છે.આ ગેંગ ચોરી અને ખંડણીના ગુના સાથે સંકળાયેલી છે સાથે સાથે ગેંગના અન્ય આરોપીઓ પણ હત્યા જેવા ગંભીર ગુનામાં સંકળાયેલા છે. વડોદરામાં પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ આરોપીઓ સામે વડોદરા શહેરમાં હત્યાની કોશિશ, ખંડણી, લૂંટ, મારામારી, ચોરી ધાક-ધમકી, સહિતના ગુનાઓ આચરનારા હુસૈન સુન્ની સહિત 9 આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. પોલીસે તમામ વિરૂદ્ધ ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organized Crime Act 2015 અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ ગેંગ પોતાનું વર્ચસ્વ રાખવા માટે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ કરતી હતી. ગુજસીટોક એક્ટ શું છે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ એકટ એટલે કે, ગુજસીટોક કાયદો ગેંગ બનાવી લોકોને રંજાડતા તેમજ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા લોકો સહિતના લોકો માટે બનાવાયેલો કાયદો છે. આ કાયદા અંતર્ગત પકડાયેલા આરોપીઓને પાંચ વર્ષની કેદથી માંડી આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે. સામાન્ય કેસમાં 90 દિવસમાં ચાર્જશીટ કરવી પડે છે. જ્યારે આ એકટ મુજબના ગુનામાં છ મહિના સુધી ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી શકાય છે. આ એકટ મુજબ એસપી કક્ષાના અધિકારી સમક્ષ લેવાયેલી જુબાની સીઆરપીસી 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયેલા નિવેદનની સમકક્ષ ગણાય છે.  

Gir somnathના વેરાવળની વાંદરી ગેંગના 14 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ નોંધાયો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથમાં ગુજસીટોક હેઠળ પોલીસે મોટી કાર્યવાહી કરી હોવાની વાત સામે આવી છે જેમાં પ્રથમવાર 14 શખ્સો 194 ગુનામાં પોલીસ સંકજામાં ફસાયા છે જેને લઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.વેરાવળની વાંદરી ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી છે.

14 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા

ગીર સોમનાથમાં પ્રથમવાર પોલીસે એક સાથે 14 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે જેમાં ગેંગ વિરુદ્ધ 10 વર્ષમાં 194 જેટલા ગુના નોંધાયા છે જેમાં શરીફ ચીનોઈ અને વસીમ ભૂરો ગેંગનો લીડર હોવાનું સામે આવ્યું છે,તુરક સમાજનો પ્રમુખ જાવિદ તાજવણી પણ ગેંગનો સભ્ય છે તો જિલ્લામાં 4થી વધુ ગુજસીટોક અંતર્ગત ગુના નોંધાયા છે.આ ગેંગ ચોરી અને ખંડણીના ગુના સાથે સંકળાયેલી છે સાથે સાથે ગેંગના અન્ય આરોપીઓ પણ હત્યા જેવા ગંભીર ગુનામાં સંકળાયેલા છે.

વડોદરામાં પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ આરોપીઓ સામે

વડોદરા શહેરમાં હત્યાની કોશિશ, ખંડણી, લૂંટ, મારામારી, ચોરી ધાક-ધમકી, સહિતના ગુનાઓ આચરનારા હુસૈન સુન્ની સહિત 9 આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. પોલીસે તમામ વિરૂદ્ધ ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organized Crime Act 2015 અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ ગેંગ પોતાનું વર્ચસ્વ રાખવા માટે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ કરતી હતી.

ગુજસીટોક એક્ટ શું છે

ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ એકટ એટલે કે, ગુજસીટોક કાયદો ગેંગ બનાવી લોકોને રંજાડતા તેમજ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા લોકો સહિતના લોકો માટે બનાવાયેલો કાયદો છે. આ કાયદા અંતર્ગત પકડાયેલા આરોપીઓને પાંચ વર્ષની કેદથી માંડી આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે. સામાન્ય કેસમાં 90 દિવસમાં ચાર્જશીટ કરવી પડે છે. જ્યારે આ એકટ મુજબના ગુનામાં છ મહિના સુધી ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી શકાય છે. આ એકટ મુજબ એસપી કક્ષાના અધિકારી સમક્ષ લેવાયેલી જુબાની સીઆરપીસી 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયેલા નિવેદનની સમકક્ષ ગણાય છે.