Gir somnath : તાલાલા ગીરમાં સિંધી સમાજ દ્વારા 'ચાલીસા મહોત્સવ'ની ભવ્ય અને ભક્તિમય ઉજવણી

Sep 17, 2026 - 06:00
Gir somnath : તાલાલા ગીરમાં સિંધી સમાજ દ્વારા 'ચાલીસા મહોત્સવ'ની ભવ્ય અને ભક્તિમય ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાલાલા ગીરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાહેબ નાં ચાલીસા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.સિંધી સમાજના શ્રધ્ધાળુ પરિવારોએ ચાલીસ દિવસ નાં કઠોર ઉપવાસ સાથે તમાંમ પરિવારોએ દરરોજ સત્સંગ કરી ઈષ્ટદેવ ઝુલેલાલની આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ચાલીસા પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે ભજન,ભોજન અને ભક્તિના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ સિંધી સમાજના પરિવારોએ એક જ પંગત ઉપર બેસી સમુહ ભોજન કર્યું હતું.ચાલીસા મહોત્સવના સમાપન પ્રસંગે સંત ઝુલેલાલનાં ભજનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઈષ્ટદેવનાં રજુ થયેલ અવનવા ભજનોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ કાર્યક્રમમાં સમાજના તમાંમ પરિવારનાં ભાઈ બહેનો ધંધા-રોજગાર બંધ રાખી જોડાતાં શ્રધ્ધા સાથે એકતાની ભાવના પ્રજ્વલિત થઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0