Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં સિંહોનો વસવાટ વધ્યો

છેલ્લા કેટલાક વર્ષોથી ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં સિંહોનો વસવાટ વધવા લાગ્યો છે.સામાન્ય રીતે સિંહ વન્યપ્રાણી છે.જે ગીર જંગલમાં જ વસવાટ કરતા હતા.પરંતુ પાછલા કેટલાક વર્ષોથી ગીરના અનેક ગામોમાં સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે. જેના અનેક કારણો છે.આવો જાણીએ.. ગીરના સિંહોને હવે જંગલ નાનુ પડતું હોય અથવા તો સિંહની સંખ્યા જંગલને અનુરૂપ ખૂબ વધી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો ગીરમાં સામે આવી રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી ગીર જંગલ અને અભ્યારણ વિસ્તાર બહાર જંગલના રાજા સિંહની ડણકો સંભળાતી જોવા મળી રહે છે.ચોટીલા ડુંગર પર પણ સિંહ ની ડણક સંભળાઈ હતી.આવી સ્થિતિ માં હવે સિંહો ધીરે ધીરે વિસ્થાપન તરફ આગળ વધી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.ગીરના સિંહનો વિસ્તાર વિસ્તરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.એશિયામાં એક માત્ર સિંહો ગીર જંગલ અને અભ્યારણ વિસ્તારમાં મુક્ત પણ જોવા મળે છે.પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ જોવા જઈએ તો ગીરના સિંહને જંગલ અને અભ્યારણ નાનુ પડતું હોય અથવા તો જંગલ અને અભ્યારણની સરખામણીએ સિહોની સંખ્યા ખૂબ વધી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જંગલ બહાર સિંહો ની સતત હાજરી આજે દૈનિક ધોરણે નોંધાઈ રહી છે.જેને ચિંતાના વિષય તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.એક સમયે સિંહને જોવા માટે જંગલ માં ખૂબ મહેનત કરવી પડતી હતી પરંતુ આજે જંગલનો રાજા સિંહ જંગલ અને અભ્યારણ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તારમાં જાણે કે સામેથી દર્શન આપવા આવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. પાછલા એક દસકા દરમિયાન સિંહોએ તેમનો વિસ્તાર સ્થળાંતર કરીને વધાર્યો હોય તે પ્રકારનું પણ સામે આવી રહ્યું છે આજથી 3 વર્ષ પૂર્વે ચોટીલાના ડુંગર પર દલખાણીયાના એક સિંહે ડણકો આપી હતી.સિંહોનો વિસ્તાર ભાવનગરના દરિયા કાંઠાથી લઈને અમરેલીના કાંકરચ અને શેત્રુંજી નદીના કાંઠા વિસ્તાર પર પણ સતત જોવા મળે છે.ગીર પંથકમાં લોકો અને ખેડૂતોને સિંહોનો ભય સતાવી રહ્યો છે.ગીર પંથકના કોડીનાર ઉના અને ગીર ગઢડા તાલુકામાં સિહો જંગલ કે અભ્યારણ વિસ્તાર છોડીને ગામડાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. જંગલમાંથી બહાર આવેલા સિંહોએ ખેતરોને તેમનું અસ્થાયી નિવાસ બનાવ્યું છે.જેને લઇને પણ ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે.તો કેટલાક ગામડાઓમાં રાત્રિના સમય દરમિયાન સિંહો ચોકીદારી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેને કારણે કોડીનાર ઉના ગીરગઢડા સહિત ગીર જંગલ કાઠાના ગામોના લોકો દિવસ ઢળ્યા બાદ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે એક સમયે આ વિસ્તારમાં સિંહનું નિવાસસ્થાન જોવા મળતું ન હતો પરંતુ આજે સિંહોએ ખેતરોને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું છે.

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં સિંહોનો વસવાટ વધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છેલ્લા કેટલાક વર્ષોથી ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં સિંહોનો વસવાટ વધવા લાગ્યો છે.સામાન્ય રીતે સિંહ વન્યપ્રાણી છે.જે ગીર જંગલમાં જ વસવાટ કરતા હતા.પરંતુ પાછલા કેટલાક વર્ષોથી ગીરના અનેક ગામોમાં સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે. જેના અનેક કારણો છે.આવો જાણીએ..

ગીરના સિંહોને હવે જંગલ નાનુ પડતું હોય અથવા તો સિંહની સંખ્યા જંગલને અનુરૂપ ખૂબ વધી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો ગીરમાં સામે આવી રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી ગીર જંગલ અને અભ્યારણ વિસ્તાર બહાર જંગલના રાજા સિંહની ડણકો સંભળાતી જોવા મળી રહે છે.ચોટીલા ડુંગર પર પણ સિંહ ની ડણક સંભળાઈ હતી.આવી સ્થિતિ માં હવે સિંહો ધીરે ધીરે વિસ્થાપન તરફ આગળ વધી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.ગીરના સિંહનો વિસ્તાર વિસ્તરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

એશિયામાં એક માત્ર સિંહો ગીર જંગલ અને અભ્યારણ વિસ્તારમાં મુક્ત પણ જોવા મળે છે.પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ જોવા જઈએ તો ગીરના સિંહને જંગલ અને અભ્યારણ નાનુ પડતું હોય અથવા તો જંગલ અને અભ્યારણની સરખામણીએ સિહોની સંખ્યા ખૂબ વધી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જંગલ બહાર સિંહો ની સતત હાજરી આજે દૈનિક ધોરણે નોંધાઈ રહી છે.જેને ચિંતાના વિષય તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.એક સમયે સિંહને જોવા માટે જંગલ માં ખૂબ મહેનત કરવી પડતી હતી પરંતુ આજે જંગલનો રાજા સિંહ જંગલ અને અભ્યારણ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તારમાં જાણે કે સામેથી દર્શન આપવા આવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે.

પાછલા એક દસકા દરમિયાન સિંહોએ તેમનો વિસ્તાર સ્થળાંતર કરીને વધાર્યો હોય તે પ્રકારનું પણ સામે આવી રહ્યું છે આજથી 3 વર્ષ પૂર્વે ચોટીલાના ડુંગર પર દલખાણીયાના એક સિંહે ડણકો આપી હતી.સિંહોનો વિસ્તાર ભાવનગરના દરિયા કાંઠાથી લઈને અમરેલીના કાંકરચ અને શેત્રુંજી નદીના કાંઠા વિસ્તાર પર પણ સતત જોવા મળે છે.ગીર પંથકમાં લોકો અને ખેડૂતોને સિંહોનો ભય સતાવી રહ્યો છે.ગીર પંથકના કોડીનાર ઉના અને ગીર ગઢડા તાલુકામાં સિહો જંગલ કે અભ્યારણ વિસ્તાર છોડીને ગામડાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે.

જંગલમાંથી બહાર આવેલા સિંહોએ ખેતરોને તેમનું અસ્થાયી નિવાસ બનાવ્યું છે.જેને લઇને પણ ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે.તો કેટલાક ગામડાઓમાં રાત્રિના સમય દરમિયાન સિંહો ચોકીદારી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેને કારણે કોડીનાર ઉના ગીરગઢડા સહિત ગીર જંગલ કાઠાના ગામોના લોકો દિવસ ઢળ્યા બાદ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે એક સમયે આ વિસ્તારમાં સિંહનું નિવાસસ્થાન જોવા મળતું ન હતો પરંતુ આજે સિંહોએ ખેતરોને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું છે.