Gandhinagar એલસીબીએ સાંતેજ વિસ્તારમાંથી 26 લાખનો દારૂ ઝડપી પાડયો

સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના સીલજ-થોળ રોડ દ્વારકેશ પાર્ટી પ્લોટ પાસેથી ટાટા ટ્રક ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ-૨૩૫ બોટલ નંગ- ૩૨૭૬ તથા ટાટા ટ્રક વાહન તથા મોબાઇલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૨૬,૨૫,૮૩૬/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશનનો કેસ કર્યો છે. આંતર રાજ્ય હેરાફેરી પરીવહન કરી દારૂ લવાયો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, રવિ તેજા વાસમશેટ્ટી ગાંધીનગર જીલ્લા નાઓએ જીલ્લામાં અન્ય રાજ્યોમાંથી બુટલેગરો દ્વારા ખાનગી વાહનોમાં ચોરી છુપીથી ગેરકાયદેસર આંતર રાજ્ય હેરાફેરી પરીવહન કરી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ અટકાવી સદંતર નાબુદ કરવા માટે જીલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર રાત્રી તેમજ દિવસના સમયે પેટ્રોલીંગ કડક કરી અસરકારક વાહન ચેકીંગ નાકાબંધી કરી પ્રોહિબિશનના કેસો શોધી કાઢી પ્રોહી પ્રવૃત્તિ ડામવા સારૂ એલ.સી.બી-૨ પો.ઇન્સ.નાઓને જરૂરી તાકીદ કરી સુચન કરેલ. આરોપીને ઝડપવા વોચ ગોઠવી હતી જે અનુસંધાને LCB-2 ના પો.ઇન્સ ડી.બી.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ પો.સ.ઇ બી.એચ.ઝાલા નાઓએ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આંતર જીલ્લામાંથી ખાનગી વાહનોમાં થતી દારૂની હેરાફેરીના પ્રોહીબીશન કેસો શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા સારૂ તેમજ જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર ખાનગી વાહનોમાં થતી ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે ટેકનિકલ તેમજ સ્થાનિક હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી એકત્રિત કરી રાત્રીના તેમજ દિવસ દરમિયાન વોચમાં રહેવાની કામગીરીમાં સતત કાર્યરત હતા. શિલજ રોડ પરતી ટ્રક પસાર થયો સાંતેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી. દરમિયાન હે.કો વિપુલભાઇ નાથુભાઇ તથા પો.કો અનિલકુમાર પીથાભાઇ નાઓને સંયુક્ત રાહે ખાનગી બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે, શિલજ તરફથી એક ટાટા બંધ બોડીની કન્ટેનર ગાડી નંબર GJ-02-AT-1129 માં ગેર કાયદેસર વિદેશીદારૂનો જથ્થો ભરી પસાર થનાર હોવાની હકીકત આધારે એલ.સી.બીની ટીમે શિલજ-થોળ રોડ દ્વારકેશ પાર્ટી પ્લોટ પાસેથી બહિયલ કેનાલ રોડ ઉપર બાતમી વાળી કન્ટેનર ગાડીની નાકાબંધી વોચ ગોઠવેલ.પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો તે દરમિયાન બાતમીવાળી બંધ બોડીની ટાટા ટ્રક કન્ટેનર ગાડી આવતા ગાડીના ચાલકને હાથના ઇશારાથી ગાડી રોડની સાઇડમાં ઉભી રખાવી અને કન્ટેનર ગાડીમાં તપાસ કરતા કન્ટેનર ગાડીમાં પાછળના ભાગે પુંઠાના રોલ ભરેલ હતા તે હટાવી જોતા તેમાં બનાવેલ પતરાનુ ચોરખાનુ મળી આવેલ જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૩૫ કુલ બોટલ નંગ-૩ ૨૭૬ કિ.રૂ.૧૫,૯૬,૫૧૬/- તથા ટાટા કન્ટેનર ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦- તથા રોકડ રૂપિયા ૫,૩૨૦/ કાગળના રોલ નંગ-૨૪૪ કિ.રૂ. ૧૯,૦૦૦/ સાધનીક કાગળો કિ.રૂ.૦૦/ મળી કુલ કિંમત રૂપિયા ૨૬,૨૫,૮૩૬/ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી સદરી પકડાયેલ ગાડીના ચાલક વિરુધ્ધ સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનુ નામ ક્રિષ્ણપાલ ખેરાજરામ તાજારામ જાટ ઉ.વ.૧૯ રહે. શેતરાઉ ગામ, પો.સ્ટથાના રામસર તા.રામસર, જિ.બાડમેર, રાજસ્થાન કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :- (૧) ભારતીય બનાવટના વિદેશીદારૂની પેટી નંગ-૨૩૫ બોટલ નંગ-૩ ૨૭૬ કિ.રૂ.૧૫,૯૬,૫૧૬/- (૨) ટાટા બંધ બોડીની કન્ટેનર ગાડી નંબર GJ-02-AT-1129 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦0/ (૪) રોકડ રૂપિયા ૫,૩૨૦/ (૫) કાગળના રોલ નંગ-૨૪૪ કિ.રૂ. ૧૯,૦૦૦/ કુલ મુદ્દામાલ મળી કિ.રૂ.૨૬,૨૫,૮૩૬/-

Gandhinagar એલસીબીએ સાંતેજ વિસ્તારમાંથી 26 લાખનો દારૂ ઝડપી પાડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના સીલજ-થોળ રોડ દ્વારકેશ પાર્ટી પ્લોટ પાસેથી ટાટા ટ્રક ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ-૨૩૫ બોટલ નંગ- ૩૨૭૬ તથા ટાટા ટ્રક વાહન તથા મોબાઇલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૨૬,૨૫,૮૩૬/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશનનો કેસ કર્યો છે.

આંતર રાજ્ય હેરાફેરી પરીવહન કરી દારૂ લવાયો

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, રવિ તેજા વાસમશેટ્ટી ગાંધીનગર જીલ્લા નાઓએ જીલ્લામાં અન્ય રાજ્યોમાંથી બુટલેગરો દ્વારા ખાનગી વાહનોમાં ચોરી છુપીથી ગેરકાયદેસર આંતર રાજ્ય હેરાફેરી પરીવહન કરી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ અટકાવી સદંતર નાબુદ કરવા માટે જીલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર રાત્રી તેમજ દિવસના સમયે પેટ્રોલીંગ કડક કરી અસરકારક વાહન ચેકીંગ નાકાબંધી કરી પ્રોહિબિશનના કેસો શોધી કાઢી પ્રોહી પ્રવૃત્તિ ડામવા સારૂ એલ.સી.બી-૨ પો.ઇન્સ.નાઓને જરૂરી તાકીદ કરી સુચન કરેલ.

આરોપીને ઝડપવા વોચ ગોઠવી હતી

જે અનુસંધાને LCB-2 ના પો.ઇન્સ ડી.બી.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ પો.સ.ઇ બી.એચ.ઝાલા નાઓએ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આંતર જીલ્લામાંથી ખાનગી વાહનોમાં થતી દારૂની હેરાફેરીના પ્રોહીબીશન કેસો શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા સારૂ તેમજ જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર ખાનગી વાહનોમાં થતી ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે ટેકનિકલ તેમજ સ્થાનિક હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી એકત્રિત કરી રાત્રીના તેમજ દિવસ દરમિયાન વોચમાં રહેવાની કામગીરીમાં સતત કાર્યરત હતા.

શિલજ રોડ પરતી ટ્રક પસાર થયો

સાંતેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી. દરમિયાન હે.કો વિપુલભાઇ નાથુભાઇ તથા પો.કો અનિલકુમાર પીથાભાઇ નાઓને સંયુક્ત રાહે ખાનગી બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે, શિલજ તરફથી એક ટાટા બંધ બોડીની કન્ટેનર ગાડી નંબર GJ-02-AT-1129 માં ગેર કાયદેસર વિદેશીદારૂનો જથ્થો ભરી પસાર થનાર હોવાની હકીકત આધારે એલ.સી.બીની ટીમે શિલજ-થોળ રોડ દ્વારકેશ પાર્ટી પ્લોટ પાસેથી બહિયલ કેનાલ રોડ ઉપર બાતમી વાળી કન્ટેનર ગાડીની નાકાબંધી વોચ ગોઠવેલ.

પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો

તે દરમિયાન બાતમીવાળી બંધ બોડીની ટાટા ટ્રક કન્ટેનર ગાડી આવતા ગાડીના ચાલકને હાથના ઇશારાથી ગાડી રોડની સાઇડમાં ઉભી રખાવી અને કન્ટેનર ગાડીમાં તપાસ કરતા કન્ટેનર ગાડીમાં પાછળના ભાગે પુંઠાના રોલ ભરેલ હતા તે હટાવી જોતા તેમાં બનાવેલ પતરાનુ ચોરખાનુ મળી આવેલ જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૩૫ કુલ બોટલ નંગ-૩ ૨૭૬ કિ.રૂ.૧૫,૯૬,૫૧૬/- તથા ટાટા કન્ટેનર ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦- તથા રોકડ રૂપિયા ૫,૩૨૦/ કાગળના રોલ નંગ-૨૪૪ કિ.રૂ. ૧૯,૦૦૦/ સાધનીક કાગળો કિ.રૂ.૦૦/ મળી કુલ કિંમત રૂપિયા ૨૬,૨૫,૮૩૬/ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી સદરી પકડાયેલ ગાડીના ચાલક વિરુધ્ધ સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ

ક્રિષ્ણપાલ ખેરાજરામ તાજારામ જાટ ઉ.વ.૧૯ રહે. શેતરાઉ ગામ, પો.સ્ટથાના રામસર તા.રામસર, જિ.બાડમેર, રાજસ્થાન

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :-

(૧) ભારતીય બનાવટના વિદેશીદારૂની પેટી નંગ-૨૩૫ બોટલ નંગ-૩ ૨૭૬ કિ.રૂ.૧૫,૯૬,૫૧૬/-

(૨) ટાટા બંધ બોડીની કન્ટેનર ગાડી નંબર GJ-02-AT-1129 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-

(૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦0/

(૪) રોકડ રૂપિયા ૫,૩૨૦/

(૫) કાગળના રોલ નંગ-૨૪૪ કિ.રૂ. ૧૯,૦૦૦/

કુલ મુદ્દામાલ મળી કિ.રૂ.૨૬,૨૫,૮૩૬/-