Ahmedabadમાં આવતીકાલે યોજાશે મિલેટ મહોત્સવ, લાઈવ ફૂડના સ્ટોલ જમાવશે આકર્ષણ
રાજ્યની ૭ મહાનગરપાલિકાઓમાં ૮મી અને ૯મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫' યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જ્યારે મિલેટ મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા મળશે અમદાવાદ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદ શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. બે દિવસીય મિલેટ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જમાવશે.૧૦૫ જેટલાં પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા મળશે. બાગાયતી પાકો સહિતના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડશે પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ આધારિત સ્નેક્સ, મીઠાઈ, મિલેટ ફ્લોર, શરબત, રેડી ટુ ઇટ મિલેટ પ્રોડક્ટ્સ, મિલેટ બિસ્કીટ્સ, ખાખરા, મમરા, કુકીઝ, પાપડી, મિલેટ નૂડલ્સ, પાસ્તા, ઉપમા, પૌઆ, પાપડ, દલિયા ઓર્ગેનિક મિલેટ, મિલેટ ફિંગર જેવા ઉત્પાદનો અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ રહેશે.વધુમાં, ૨૫ જેટલાં લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી મુલાકાતીઓને મિલેટની અનેકવિધ વાનગીઓ જેવી કે, મિલેટ ઢોકળાં, થેપલાં, ખીચું, ભેળ, ચાટ, ઢોસા, ઈડલી, સૂપ, ગુલાબજાંબુ, લાડું, કઢી, પુરી, નાચોઝ, ચિપ્સ, બ્રાઉની, ક્રિસ્પી મિલેટ, ભાખરી, હાંડવો, પાણીપુરી, ખાખરા, સુખડી, લાપસી, ખીચડી, રોટલા, પાપડ, સેવ મમરા, ચવાણું, લિટલ મિલેટ, ફોક્સટેલ મિલેટ, બાન્યાર્ડ મિલેટ, વફલ્સ, મોમોઝ, મફીન્સ, પફ વગેરેનો આસ્વાદ માણવા મળશે.રાજ્ય સરકારના કૃષિ અને બાગાયત સહિતના વિવિધ વિભાગો તથા તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓ પણ પોતાના સ્ટોલ્સ દ્વારા મુલાકાતીઓને મિલેટ ઉત્પાદન સહિત પ્રાકૃતિક કૃષિ અને બાગાયતી પાકો સહિતના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યની ૭ મહાનગરપાલિકાઓમાં ૮મી અને ૯મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫' યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જ્યારે મિલેટ મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.
વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા મળશે
અમદાવાદ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદ શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. બે દિવસીય મિલેટ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જમાવશે.૧૦૫ જેટલાં પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા મળશે.
બાગાયતી પાકો સહિતના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડશે
પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ આધારિત સ્નેક્સ, મીઠાઈ, મિલેટ ફ્લોર, શરબત, રેડી ટુ ઇટ મિલેટ પ્રોડક્ટ્સ, મિલેટ બિસ્કીટ્સ, ખાખરા, મમરા, કુકીઝ, પાપડી, મિલેટ નૂડલ્સ, પાસ્તા, ઉપમા, પૌઆ, પાપડ, દલિયા ઓર્ગેનિક મિલેટ, મિલેટ ફિંગર જેવા ઉત્પાદનો અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ રહેશે.વધુમાં, ૨૫ જેટલાં લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી મુલાકાતીઓને મિલેટની અનેકવિધ વાનગીઓ જેવી કે, મિલેટ ઢોકળાં, થેપલાં, ખીચું, ભેળ, ચાટ, ઢોસા, ઈડલી, સૂપ, ગુલાબજાંબુ, લાડું, કઢી, પુરી, નાચોઝ, ચિપ્સ, બ્રાઉની, ક્રિસ્પી મિલેટ, ભાખરી, હાંડવો, પાણીપુરી, ખાખરા, સુખડી, લાપસી, ખીચડી, રોટલા, પાપડ, સેવ મમરા, ચવાણું, લિટલ મિલેટ, ફોક્સટેલ મિલેટ, બાન્યાર્ડ મિલેટ, વફલ્સ, મોમોઝ, મફીન્સ, પફ વગેરેનો આસ્વાદ માણવા મળશે.રાજ્ય સરકારના કૃષિ અને બાગાયત સહિતના વિવિધ વિભાગો તથા તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓ પણ પોતાના સ્ટોલ્સ દ્વારા મુલાકાતીઓને મિલેટ ઉત્પાદન સહિત પ્રાકૃતિક કૃષિ અને બાગાયતી પાકો સહિતના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડશે.