Happy Diwali 2024: કચ્છના જવાનો સાથે PM મોદીએ ઉજવી દિવાળી
આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. પીએમ મોદી કચ્છમાં ભારતીય જવાનો સાથે દિવાળી મનાવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી વડોદરા જવા રવાના થયા છે. તેઓ વડોદરાથી કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશન પર પહોંચી ગયા છે, જ્યાંથી તેઓ સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે.પીએમ મોદી માટે આ મુલાકાત ખાસ છે, કારણ કે વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાતમાં સૈનિકો સાથે દિવાળી ઉજવશે, અગાઉ જ્યારે પીએન મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ ગુજરાતના જવાનો સાથે દિવાળી મનાવી હતી. હતી. કેવડિયા ખાતે લોખંડી પુરૂષ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા કચ્છ જશે, જ્યાં તેઓ સૈનિકો સાથે સમય વિતાવશે અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવશે. તેમની આ મુલાકાતને રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, દિવાળીના અવસર પર પીએમ મોદી આ પહેલા પણ ઘણી વખત સૈનિકો સાથે જોવા મળ્યા છે. PM ગયા વર્ષે (2023) હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતારક્ષા મંત્રી આજે તવાંગમાં દિવાળી ઉજવશે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિવાળીના તહેવારની ઉજવણી કરવા આજે અરુણાચલ પ્રદેશના તવાંગ પહોંચશે. ત્યાં તેઓ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીં તેમણે મેઘના સ્ટેડિયમમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી અને તેમની સાથે ડિનર પણ લીધું.નરેન્દ્ર મોદી PM બન્યા બાદ દિવાળી ક્યા મનાવી?વડાપ્રધાન મોદી આ પહેલા પણ કેટલીક વખત દિવાળીની ઉજવણી જવાનો સાથે કરતા રહ્યાં છે. ગત વર્ષે 2023માં પીએમ મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત 2014માં PM મોદીએ સિયાચિનમાં તૈનાત સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2015માં 1965 યુદ્ધમાં ભારતીય સેનાની સિદ્ધિને સમ્માનિત કરવા માટે પંજાબમાં ત્રણ યુદ્ધ સ્મારકોની મુલાકાત લીધી હતી. 2016માં હિમાચલ પ્રદેશમાં દિવાળીની ઉજવણી કરી હતી અને ચીનની સરહદ પાસે આઇટીબીપી,ડોગરા સ્કાઉટ્સ અને સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. 2020માં લોંગેવાલાની સરહદ ચોકી પર જઇને જવાનો સાથે મુલાકાત કરી હતી. 2021માં વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના નૌશેરામાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. પીએમ મોદી કચ્છમાં ભારતીય જવાનો સાથે દિવાળી મનાવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી વડોદરા જવા રવાના થયા છે. તેઓ વડોદરાથી કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશન પર પહોંચી ગયા છે, જ્યાંથી તેઓ સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે.
પીએમ મોદી માટે આ મુલાકાત ખાસ છે, કારણ કે વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાતમાં સૈનિકો સાથે દિવાળી ઉજવશે, અગાઉ જ્યારે પીએન મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ ગુજરાતના જવાનો સાથે દિવાળી મનાવી હતી. હતી.
કેવડિયા ખાતે લોખંડી પુરૂષ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા કચ્છ જશે, જ્યાં તેઓ સૈનિકો સાથે સમય વિતાવશે અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવશે. તેમની આ મુલાકાતને રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, દિવાળીના અવસર પર પીએમ મોદી આ પહેલા પણ ઘણી વખત સૈનિકો સાથે જોવા મળ્યા છે. PM ગયા વર્ષે (2023) હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા
રક્ષા મંત્રી આજે તવાંગમાં દિવાળી ઉજવશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિવાળીના તહેવારની ઉજવણી કરવા આજે અરુણાચલ પ્રદેશના તવાંગ પહોંચશે. ત્યાં તેઓ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીં તેમણે મેઘના સ્ટેડિયમમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી અને તેમની સાથે ડિનર પણ લીધું.
નરેન્દ્ર મોદી PM બન્યા બાદ દિવાળી ક્યા મનાવી?
- વડાપ્રધાન મોદી આ પહેલા પણ કેટલીક વખત દિવાળીની ઉજવણી જવાનો સાથે કરતા રહ્યાં છે. ગત વર્ષે 2023માં પીએમ મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.
- વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત 2014માં PM મોદીએ સિયાચિનમાં તૈનાત સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- 2015માં 1965 યુદ્ધમાં ભારતીય સેનાની સિદ્ધિને સમ્માનિત કરવા માટે પંજાબમાં ત્રણ યુદ્ધ સ્મારકોની મુલાકાત લીધી હતી.
- 2016માં હિમાચલ પ્રદેશમાં દિવાળીની ઉજવણી કરી હતી અને ચીનની સરહદ પાસે આઇટીબીપી,ડોગરા સ્કાઉટ્સ અને સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી.
- 2020માં લોંગેવાલાની સરહદ ચોકી પર જઇને જવાનો સાથે મુલાકાત કરી હતી.
- 2021માં વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના નૌશેરામાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.