Gir Somnath News: વેરાવળમાં મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Jun 22, 2026 - 21:30
Gir Somnath News: વેરાવળમાં મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે. વેરાવળ શહેરમાં શાંતિ, સુમેળ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ 'શાંતિ સમિતિ'ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીવાયએસપીની અધ્યક્ષતામાં બેઠક

આ બેઠક ડીવાયએસપી ચેતન ખટાણાની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી, જેમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી તહેવારને પરંપરાગત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે પોલીસે તમામ આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી. સાથોસાથ સ્થાનિક પ્રશ્નો અને વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અસામાજિક તત્વોને કડક ચેતવણી અને ફૂટ પેટ્રોલિંગ

શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. વેરાવળ શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો અને ગીચ બજારોમાં પોલીસ કાફલા દ્વારા કડક 'ફૂટ પેટ્રોલિંગ' હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ અને કડક શબ્દોમાં સંદેશ આપતાં જણાવ્યું હતું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારા કે માહોલ બગાડનારા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.


આ પણ વાંચો - Gir Somnath News: દરિયાકાંઠાને મળશે અવિરત વીજળી, 93 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0