Gir somnath : ગીર ગઢડાના થોઠ વિસ્તારમાં જંગલ છોડી સિંહ પરિવાર છેક મકાનની અગાસી ઉપર પહોંચ્યો

Nov 17, 2026 - 03:00
Gir somnath : ગીર ગઢડાના થોઠ વિસ્તારમાં જંગલ છોડી સિંહ પરિવાર છેક મકાનની અગાસી ઉપર પહોંચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લામાં સિંહોની અવરજવર સામાન્ય છે, પરંતુ ગીર ગઢડા તાલુકાના થોઠ વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. થોઠના વાડી વિસ્તારમાં સાંજના સમયે એક રોમાંચક દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં બે સિંહણ અને એક સિંહબાળ જંગલમાંથી આવીને સીધા જ વાડીમાં આવેલા એક મકાનના પગથિયા ચડીને છેક અગાસી સુધી પહોંચી ગયા હતા. સામાન્ય રીતે સિંહો ખેતરો કે રસ્તા પર જોવા મળતા હોય છે, પરંતુ મકાનની અગાસી પર વનરાજનો આ મુકામ અનોખો હતો. ત્રણેય વનરાજોએ અગાસી પર બેસીને શાંતિથી આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. થોડો સમય ત્યાં વિતાવ્યા બાદ, બંને સિંહણ અને સિંહબાળ કોઈને પણ નુકસાન પહોંચાડયા વિના શાંતિપૂર્વક પગથિયા ઉતરીને ખેતરમાં થઈ ફરી પોતાના નિવાસસ્થાન જંગલ તરફ્ રવાના થઈ ગયા હતા.ત્યાંથી પસાર થતા એક રાહદારીએ મકાનના પગથિયા ઉતરતી સિંહણનો આ અદભુત વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0