Gir: બે સિંહની સામે બે લેબ્રાડોરે કર્યો હિંમતભેર સામનો
ગીર જંગલના થોરડી ગામની ઘટના લોખંડની જાળી હોવાથી શ્વાનનો બચાવ શ્વાન પણ સિંહની સામે ભસતો જોવા મળ્યો ગીર જંગલના થોરડી ગામમાં સિંહોનો શ્વાન પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોખંડની જાળી હોવાથી શ્વાનનો બચાવ થયો. શ્વાનનો શિકાર કરવા બે સિંહ અધીરા થયા હતા. શ્વાન પણ સિંહની સામે ભસતો નજરે પડ્યો હતો. ગીર જંગલ વિસ્તારમાં એવી અનેક ઘટનાઓ બને છે, જે જવલ્લે જ બનતી હોય છે, અને તેમની અમુક ઘટનાઓ તો ઘટીને સમાપ્ત થઈ જતી હોય તેની ક્યારેય ખબર પણ પડતી નથી, પરંતુ ગત રવિવારની રાતે 11.22 કલાકે બનેલી એક એવી ઘટના જે સીસીટીવીમાં કેદ થયા પછી સામે આવી છે, જેમાં બે ડાલામથ્થા એક વાડીમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે, પરંતુ વાડીના ગેઇટ પર રહેલા બે લેબ્રાડોરે સિંહોનો હિંમતભેર સામનો કરીને તેને નિષ્ફળ બનાવી હતી. ડાલામથ્થા સાવજ અચાનક વાડીઓ પહોંચ્યા ગીર જંગલના થોરડી ગામની આ ઘટના જે સીસીટીવીમાં કેદ થયેલ છે, જે વિડીયો એક જ મિનીટનો છે, એટલે ૬૦ સેકન્ડના વિડીયોમાં આખોયે ઘટનાક્રમ એવી રીતે બને છે કે, અચાનક રાતના અંધારામાંથી બે ડાલામથ્થા સાવજ આ વાડીએ આવી ચડે છે, અને તેમાં વારફરતી બંને સાવજો વાડીમાં ઘુસવા પ્રયાસ કરે છે, અને વારંવાર વાડીના લોખંડના ગેઇટમાં પંજા કરીને તેને હચમચાવી મુકે છે. ત્યારે ગેઇટ ઉપર અંદર વાડીમાં ફરતા વાડી માલિકના બે લેબ્રાડોર તેનો સામનો કરે છે. 60 સેકન્ડ સુધી સિંહની જોડી અને લેબ્રાડોરેની જોડી વચ્ચે ઘર્ષણ થાય છે. પરંતુ બને વચ્ચે દીવાલ બનીને ઉભેલ લોખંડના ગેઇટના કારણે સિંહો અંદર આવી શકતા નથી અને બને ડોગના પ્રતિકાર સામે અવાર નવાર પ્રયાસ કરીને બને સિંહ આખરે ત્યાંથી ચાલતી પકડી અંધારામાં જંગલ તરફ જતા રહે છે, સિંહના નીકળી ગયા પછી તુરંત એક લેબ્રાડોર ગેઇટમાંથી બહાર નીકળીને રોડ ઉપર સિંહો જતા રહ્યાની ખાતરી કરી ફરીથી અંદર વાડીમાં આવી જાય છે, ત્યારે જ અચાનક વાડીના ચોકીદાર જે લાઈટ લઈને આવે છે, અને લોખંડનો ગેઇટ બરોબર બંધ કરીને જતો રહે છે. અને આખીયે આ ઘટના સીસીટીવીમાં કેદ થાય છે. હાઇવે પર અચાનક સિંહ પરિવાર આવી ગયો હતો અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી જવાના અનેકવાર વીડિયો સામે આવતા હોય છે. બીજી તરફ સિંહોની સુરક્ષાને લઇને પણ સવાલ ઉઠતા રહ્યા છે. અનેકવાર અકસ્માતમાં સિંહોના મોતની ઘટના પણ સામે આવતી હોય છે. ગઈકાલે મોડી રાત્રે ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહ પરિવારનો અકસ્માત થતાં થતાં રહી ગયો હોય એવી ઘટના સામે આવી હતી. અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર મોડી રાતે સિંહ પરિવારનો અકસ્માત થતાં થતાં રહી ગયો હતો. જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ-કાગવદર વચ્ચે ઘણીવાર રોડ ક્રોસ કરતાં હોવાની ઘટના સામે આવતી હોય છે. ગઈકાલે રાત્રે પણ સિંહબાળ સહિત 6 સિંહ રોડ ક્રોસ કરતા હતા, આ દરમિયાન હાઇવે પર ઉના તરફથી એક વાહનચાલક આવતો હતો. આમ અચાનક સિંહોને રોડ પર જોઇ વાહનચાલકે બ્રેક મારી દેતાં મોટી દુર્ઘટના ઘટતાં ઘટતાં રહી ગઇ હતી. વાહનચાલકે બ્રેક માર્યા બાદ આ ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગીર જંગલના થોરડી ગામની ઘટના
- લોખંડની જાળી હોવાથી શ્વાનનો બચાવ
- શ્વાન પણ સિંહની સામે ભસતો જોવા મળ્યો
ગીર જંગલના થોરડી ગામમાં સિંહોનો શ્વાન પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોખંડની જાળી હોવાથી શ્વાનનો બચાવ થયો. શ્વાનનો શિકાર કરવા બે સિંહ અધીરા થયા હતા. શ્વાન પણ સિંહની સામે ભસતો નજરે પડ્યો હતો.
ગીર જંગલ વિસ્તારમાં એવી અનેક ઘટનાઓ બને છે, જે જવલ્લે જ બનતી હોય છે, અને તેમની અમુક ઘટનાઓ તો ઘટીને સમાપ્ત થઈ જતી હોય તેની ક્યારેય ખબર પણ પડતી નથી, પરંતુ ગત રવિવારની રાતે 11.22 કલાકે બનેલી એક એવી ઘટના જે સીસીટીવીમાં કેદ થયા પછી સામે આવી છે, જેમાં બે ડાલામથ્થા એક વાડીમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે, પરંતુ વાડીના ગેઇટ પર રહેલા બે લેબ્રાડોરે સિંહોનો હિંમતભેર સામનો કરીને તેને નિષ્ફળ બનાવી હતી.
ડાલામથ્થા સાવજ અચાનક વાડીઓ પહોંચ્યા
ગીર જંગલના થોરડી ગામની આ ઘટના જે સીસીટીવીમાં કેદ થયેલ છે, જે વિડીયો એક જ મિનીટનો છે, એટલે ૬૦ સેકન્ડના વિડીયોમાં આખોયે ઘટનાક્રમ એવી રીતે બને છે કે, અચાનક રાતના અંધારામાંથી બે ડાલામથ્થા સાવજ આ વાડીએ આવી ચડે છે, અને તેમાં વારફરતી બંને સાવજો વાડીમાં ઘુસવા પ્રયાસ કરે છે, અને વારંવાર વાડીના લોખંડના ગેઇટમાં પંજા કરીને તેને હચમચાવી મુકે છે. ત્યારે ગેઇટ ઉપર અંદર વાડીમાં ફરતા વાડી માલિકના બે લેબ્રાડોર તેનો સામનો કરે છે. 60 સેકન્ડ સુધી સિંહની જોડી અને લેબ્રાડોરેની જોડી વચ્ચે ઘર્ષણ થાય છે.
પરંતુ બને વચ્ચે દીવાલ બનીને ઉભેલ લોખંડના ગેઇટના કારણે સિંહો અંદર આવી શકતા નથી અને બને ડોગના પ્રતિકાર સામે અવાર નવાર પ્રયાસ કરીને બને સિંહ આખરે ત્યાંથી ચાલતી પકડી અંધારામાં જંગલ તરફ જતા રહે છે, સિંહના નીકળી ગયા પછી તુરંત એક લેબ્રાડોર ગેઇટમાંથી બહાર નીકળીને રોડ ઉપર સિંહો જતા રહ્યાની ખાતરી કરી ફરીથી અંદર વાડીમાં આવી જાય છે, ત્યારે જ અચાનક વાડીના ચોકીદાર જે લાઈટ લઈને આવે છે, અને લોખંડનો ગેઇટ બરોબર બંધ કરીને જતો રહે છે. અને આખીયે આ ઘટના સીસીટીવીમાં કેદ થાય છે.
હાઇવે પર અચાનક સિંહ પરિવાર આવી ગયો હતો
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી જવાના અનેકવાર વીડિયો સામે આવતા હોય છે. બીજી તરફ સિંહોની સુરક્ષાને લઇને પણ સવાલ ઉઠતા રહ્યા છે. અનેકવાર અકસ્માતમાં સિંહોના મોતની ઘટના પણ સામે આવતી હોય છે. ગઈકાલે મોડી રાત્રે ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહ પરિવારનો અકસ્માત થતાં થતાં રહી ગયો હોય એવી ઘટના સામે આવી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર મોડી રાતે સિંહ પરિવારનો અકસ્માત થતાં થતાં રહી ગયો હતો. જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ-કાગવદર વચ્ચે ઘણીવાર રોડ ક્રોસ કરતાં હોવાની ઘટના સામે આવતી હોય છે. ગઈકાલે રાત્રે પણ સિંહબાળ સહિત 6 સિંહ રોડ ક્રોસ કરતા હતા, આ દરમિયાન હાઇવે પર ઉના તરફથી એક વાહનચાલક આવતો હતો. આમ અચાનક સિંહોને રોડ પર જોઇ વાહનચાલકે બ્રેક મારી દેતાં મોટી દુર્ઘટના ઘટતાં ઘટતાં રહી ગઇ હતી. વાહનચાલકે બ્રેક માર્યા બાદ આ ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો.