Somnath: સાવધાન, સોમનાથ ટ્રસ્ટની ભળતી વેબસાઈટના નામે છેતરપિંડી

સોમનાથ તીર્થના નામે બુકિંગ કરીને ઑનલાઈન છેતરપિંડી કરતા ગઠિયાઓથી સાવધાન. અઢીસોથી વધારે લોકો સાથે ફ્રોડ થયું હોવાની ફરિયાદો મળી છે. ગુગલ પ્લે અથવા ક્યુઓર કોડને બદલે સોમનાથ ડોટ ORG વેબસાઈટ પર જ બુકિંગ કરાવવાની સલાહ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બૂકીંગના નામે ઓનલાઇન ચીટરો દેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. જ્યારે લોકો સોમનાથનું બુકિંગ google કરે છે ત્યારે વિવિધ વેબસાઈટમાં અનેક ખોટા એકાઉન્ટ બનાવેલ ચીટરો શ્રદ્ધાથી સોમનાથ આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરી રહ્યા છે. ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે. ઠગ ટોળકીએ સુવિધાનો દૂરઉપયોગ કર્યો દુનિયામાં આધુનિક ટેકનોલોજી એ લોકોને અનેક સુવિધા ઉભી કરી છે. ત્યારે એ સુવિધા ને અમુક ઠગ લોકો ધંધાનું સાધન બનાવી અને લોકોને છેતરી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહ છે. આમ છતાં આ ટ્રસ્ટના નામે પણ ચીટરો સતત ભાવીકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર જ એક યુવકએ તેના સાથે થયેલ બુકિંગના નામે ચીટીંગનો વીડિયો વાયરલ કર્યો હોય જેનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો તેમનો સુંદર પ્રયાસ છે. તો છત્તીસગઢના દિનેશ નામના એક વ્યક્તિને સોમનાથ આવવું હતું ત્યારે તેણે ગૂગલ પર સોમનાથ સર્ચ કર્યું. ત્યારે તેને અનેક નામો અનેક ક્યુ આર કોડ પર પૈસા મોકલવાનું જણાવેલ. ત્યારે આ જાગૃત યુવાને વિચાર્યું કે સોમનાથ જેવું તીર્થધામ અને એમાં કોઈ એક જ વ્યક્તિના નામે વ્યવહાર કેમ કરવો? ત્યારબાદ તેણે સોમનાથ ટ્રસ્ટની ઓફિસિયલ વેબસાઈટ somnath.org વેબસાઈટ પર બુકિંગ કરી અને પોતે આબાદ છેતરાતા બચ્યા હતા. આમ ઓનલાઈન પર વ્યહવાર કરવો જેમા"સાવચેતી જ સલામતી" એ સૌ લોકો માટે અનીવાર્ય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ તો આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણેક વર્ષ અગાઉથી ઓનલાઇન બુકિંગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું છે. ત્યારે અમે લોકોને દરેક રીતે સાવચેત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આમ છતાં આવા ફ્રોડ બાબતે 250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ. સોમનાથમાં (સોમનાથ ડોટ ઓઆરજી) ઓફિસિયલ વેબસાઈટ સિવાય કોઈપણ પ્રકારે મોબાઈલ નંબર પર. google pay. ક્યૂઆર કોડ. કે કોઈપણ વ્યવહારો કે બુકિંગો કરાતા નથી જેથી સોમનાથ આવનારા ભાવિકોએ (સોમનાથ ડોટ ઓઆરજી) સિવાય કોઈપણ પ્રકારે વ્યવહારો ન કરવા તેવૂ અમારું નમ્ર સૂચન છે.

Somnath: સાવધાન, સોમનાથ ટ્રસ્ટની ભળતી વેબસાઈટના નામે છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોમનાથ તીર્થના નામે બુકિંગ કરીને ઑનલાઈન છેતરપિંડી કરતા ગઠિયાઓથી સાવધાન. અઢીસોથી વધારે લોકો સાથે ફ્રોડ થયું હોવાની ફરિયાદો મળી છે. ગુગલ પ્લે અથવા ક્યુઓર કોડને બદલે સોમનાથ ડોટ ORG વેબસાઈટ પર જ બુકિંગ કરાવવાની સલાહ.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બૂકીંગના નામે ઓનલાઇન ચીટરો દેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. જ્યારે લોકો સોમનાથનું બુકિંગ google કરે છે ત્યારે વિવિધ વેબસાઈટમાં અનેક ખોટા એકાઉન્ટ બનાવેલ ચીટરો શ્રદ્ધાથી સોમનાથ આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરી રહ્યા છે. ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે.

ઠગ ટોળકીએ સુવિધાનો દૂરઉપયોગ કર્યો

દુનિયામાં આધુનિક ટેકનોલોજી એ લોકોને અનેક સુવિધા ઉભી કરી છે. ત્યારે એ સુવિધા ને અમુક ઠગ લોકો ધંધાનું સાધન બનાવી અને લોકોને છેતરી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહ છે. આમ છતાં આ ટ્રસ્ટના નામે પણ ચીટરો સતત ભાવીકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર જ એક યુવકએ તેના સાથે થયેલ બુકિંગના નામે ચીટીંગનો વીડિયો વાયરલ કર્યો હોય જેનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો તેમનો સુંદર પ્રયાસ છે.

તો છત્તીસગઢના દિનેશ નામના એક વ્યક્તિને સોમનાથ આવવું હતું ત્યારે તેણે ગૂગલ પર સોમનાથ સર્ચ કર્યું. ત્યારે તેને અનેક નામો અનેક ક્યુ આર કોડ પર પૈસા મોકલવાનું જણાવેલ. ત્યારે આ જાગૃત યુવાને વિચાર્યું કે સોમનાથ જેવું તીર્થધામ અને એમાં કોઈ એક જ વ્યક્તિના નામે વ્યવહાર કેમ કરવો? ત્યારબાદ તેણે સોમનાથ ટ્રસ્ટની ઓફિસિયલ વેબસાઈટ somnath.org વેબસાઈટ પર બુકિંગ કરી અને પોતે આબાદ છેતરાતા બચ્યા હતા. આમ ઓનલાઈન પર વ્યહવાર કરવો જેમા"સાવચેતી જ સલામતી" એ સૌ લોકો માટે અનીવાર્ય છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ

તો આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણેક વર્ષ અગાઉથી ઓનલાઇન બુકિંગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું છે. ત્યારે અમે લોકોને દરેક રીતે સાવચેત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આમ છતાં આવા ફ્રોડ બાબતે 250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ. સોમનાથમાં (સોમનાથ ડોટ ઓઆરજી) ઓફિસિયલ વેબસાઈટ સિવાય કોઈપણ પ્રકારે મોબાઈલ નંબર પર. google pay. ક્યૂઆર કોડ. કે કોઈપણ વ્યવહારો કે બુકિંગો કરાતા નથી જેથી સોમનાથ આવનારા ભાવિકોએ (સોમનાથ ડોટ ઓઆરજી) સિવાય કોઈપણ પ્રકારે વ્યવહારો ન કરવા તેવૂ અમારું નમ્ર સૂચન છે.