Ghandhinagar News: રાજ્ય સરકારે ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર સુધી લંબાવી

Aug 31, 2026 - 19:00
Ghandhinagar News: રાજ્ય સરકારે ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર સુધી લંબાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અન્ન, નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નોંધાયેલા અંત્યોદય અને બી.પી.એલ. કાર્ડધારકોને તહેવારોમાં ખાંડનો પૂરતો જથ્થો સરળતાથી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. વાજબી ભાવના દુકાનદારો માટે સપ્ટેમ્બર 2026 માસના ખાંડ સહિતની અન્ય જણસીઓના ચલણ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે તા.03/09/2026 કરવામાં આવી છે.

સમયસર તેમની જરૂરિયાત મુજબ ખાંડ મળી રહેશે.

ખાંડ વિતરણના નિયમો અને રાહત દર રાજ્યમાં અંત્યોદય તથા બી.પી.એલ. કેટેગરીના રેશનકાર્ડ ધારકોને કુટુંબના સભ્યોની સંખ્યા મુજબ ખાંડનું વિતરણ કરવામાં આવે છે. જેમાં અંત્યોદય કાર્ડધારકો માટે રૂ. 15 પ્રતિ કિ.ગ્રા. તેમજ બી.પી.એલ. કાર્ડધારકો માટે રૂ. 22 પ્રતિ કિ.ગ્રા.ના દરે વિતરણ કરવામાં આવે છે. આગામી તહેવારોને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા એક માસ અગાઉ એટલે કે ઓગસ્ટ-2026માં જ પરિવારની જરૂરિયાત મુજબ ખાંડની ફાળવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 7100 મેટ્રિક ટન ખાંડનો જથ્થો લાભાર્થીઓને વિતરિત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સપ્ટેમ્બર-2026 માસ માટે રાજ્યમાં કુલ 4500 મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી છે. જેથી રાજ્યમાં નાગરિકોને સમયસર તેમની જરૂરિયાત મુજબ ખાંડ મળી રહેશે. 

સામાન્ય માણસ તહેવાર ટાણે જ મુંઝવણમાં

ખાંડના વધતા ભાવને લઈને સામાન્ય માણસ તહેવાર ટાણે જ મુંઝવણમાં મુકાયો છે. મોંઘવારીના માર વચ્ચે તહેવારોની મીઠાસ ક્યાંક ફિક્કી પડે તેવા એંધાણની સ્થિતિ હતી. તહેવારોના ટાણે રાજ્યમાં ખાંડની અછત સર્જાઈ છે. શહેરના અંદાજે 10 લાખથી વધુ પરિવારોને આ વખતે સસ્તા અનાજની દુકાનેથી ખાંડ નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સસ્તા અનાજની દુકાનો માટે સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ જ ઈસ્યુ ન થતા દુકાનદારોની મુશ્કેલી વધી હતી. રાજ્યમાં 850થી વધુ દુકાનદારો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. 

આ પણ વાંચોઃ Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા




What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0