Gandhinagarમાં પોલીસ અને અધિકારીઓની બદલી માટે રૂપિયા માંગતો નકલી કલાર્ક ઝડપાયો
ગુજરાતમાં નકલીનો સિલસિલો અટકવાનો જ નથી એમ લાગી રહ્યું છે,આવી જ એક ઘટના ગાંધીનગરમાં બની હતી જેમાં નકલી IAS,નકલી કોર્ટ બાદ નકલી કલાર્ક ઝડપાયો હતો આ બોગસીયો પોલીસ અને અધિકારીઓની બદલી માટે રૂપિયા માંગતો હતો તો ગાંધીનગર LCBએ મહાઠગ જન્મેયસિંહ ઝાલાને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે.પોલીસની જિલ્લા બદલી માટે રૂપિયા લેતો હોવાનું ખૂલ્યું છે. પોલીસ ભવનમાં નોકરી હોવાની કરતો વાત પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોલીસ ભવનમાં નોકરી કરે છે તેવુ કહી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો અને તમારે જયાં બદલી કરવી હોય ત્યાં કરાવી દઈશ તેવું કહેતો હતો તો આ નકલી કલાર્કે અત્યાર સુધીમાં હજારો લોકો પાસેથી રૂપિયા લઈ લીધા હોવાની વાત સામે આવી છે.પોલીસે જન્મેનજયસિંહ ઝાલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. મણિનગર પોલીસે ઝડપ્યો નકલી આરોપી મણિનગર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નકલી અધિકારી ઝડપી પાડયો હતો જેની પાસે ડેપ્યુટી મામલતદારનું કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે કિરીટ પાસેથી મળી આવેલા આઇકાર્ડના મામલે પૂછપરછ કરી હતી. જેમાં કિરીટે કોઇ સંતોષકારક જવાબ ન આપતા તેની અટકાયત કરીને મણીનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે કિરીટની પૂછપરછ કરતા તેણે લોકો પર રૌફ મારવા તેમજ નકલી પોલીસ બનીને તોડ કરવાના ઇરાદે આઇકાર્ડ બનાવ્યા હતા. મણીનગર પોલીસે કિરીટની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં નકલીનો સિલસિલો અટકવાનો જ નથી એમ લાગી રહ્યું છે,આવી જ એક ઘટના ગાંધીનગરમાં બની હતી જેમાં નકલી IAS,નકલી કોર્ટ બાદ નકલી કલાર્ક ઝડપાયો હતો આ બોગસીયો પોલીસ અને અધિકારીઓની બદલી માટે રૂપિયા માંગતો હતો તો ગાંધીનગર LCBએ મહાઠગ જન્મેયસિંહ ઝાલાને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે.પોલીસની જિલ્લા બદલી માટે રૂપિયા લેતો હોવાનું ખૂલ્યું છે.
પોલીસ ભવનમાં નોકરી હોવાની કરતો વાત
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોલીસ ભવનમાં નોકરી કરે છે તેવુ કહી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો અને તમારે જયાં બદલી કરવી હોય ત્યાં કરાવી દઈશ તેવું કહેતો હતો તો આ નકલી કલાર્કે અત્યાર સુધીમાં હજારો લોકો પાસેથી રૂપિયા લઈ લીધા હોવાની વાત સામે આવી છે.પોલીસે જન્મેનજયસિંહ ઝાલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
મણિનગર પોલીસે ઝડપ્યો નકલી આરોપી
મણિનગર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નકલી અધિકારી ઝડપી પાડયો હતો જેની પાસે ડેપ્યુટી મામલતદારનું કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે કિરીટ પાસેથી મળી આવેલા આઇકાર્ડના મામલે પૂછપરછ કરી હતી. જેમાં કિરીટે કોઇ સંતોષકારક જવાબ ન આપતા તેની અટકાયત કરીને મણીનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે કિરીટની પૂછપરછ કરતા તેણે લોકો પર રૌફ મારવા તેમજ નકલી પોલીસ બનીને તોડ કરવાના ઇરાદે આઇકાર્ડ બનાવ્યા હતા. મણીનગર પોલીસે કિરીટની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.