Gandhinagarના કલોલમાં પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા, કૂવામાંથી મળી આવ્યો મૃતદેહ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર ગામે એક હૃદયકંપાવનારો અને ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. હાજીપુર ગામે રહેતા પરેશ બાબુભાઈ દંતાણી નામના યુવકને ગામના જ વિશાલ રાજુભાઈ દંતાણીની બહેન સાથે પ્રેમસંબંધ હતો. વિશાલે પરેશને પોતાની બહેન સાથે વાતચીત ન કરવા કડક ચેતવણી આપી હોવા છતાં પરેશ સંપર્કમાં રહ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને વિશાલે પોતાના મિત્ર સાથે મળીને પરેશને મોતને ઘાટ ઉતારવાનું ભયાનક કાવતરું રચ્યું હતું.
ખેતરમાં લઈ ગયા, ગરદન અને કમરે છરીના ઘા ઝીંક્યા
કાવતરા મુજબ વિશાલ અને તેનો મિત્ર પરેશને એક્ટિવા પર બેસાડીને ગામ નજીક આવેલા એક અવાવરું ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં વિશાલના મિત્રએ પરેશને ગરદનથી મજબૂતીથી પકડી રાખ્યો હતો, જ્યારે વિશાલે કમરના પાછળના ભાગે છરાના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ પરેશને નજીકના કૂવામાં ફેંકવા લઈ જતી વખતે તેના શ્વાસ ચાલતા હોવાનું જણાતાં વિશાલે ફરીથી ગરદન પર છરી મારી તેનું સ્થળ પર જ કરુણ મોત નિપજાવ્યું હતું અને મૃતદેહ કૂવામાં ફેંકી ફરાર થઈ ગયા હતા.

સિક્યુરિટી ગાર્ડની સતર્કતા અને લોહીવાળા કપડાંથી ભેદ ઉકેલાયો
પરેશ ઘરે ન પહોંચતાં પરિવારજનોએ પોલીસ મથકે ગુમશુદગીની જાણવાજોગ નોંધ કરાવી હતી. આ દરમિયાન પરેશના ભાઈ અમિતને સ્થાનિક કંપનીના સિક્યુરિટી ગાર્ડે માહિતી આપી હતી કે વિશાલનો મિત્ર બે દિવસ પહેલાં રાત્રે લોહીવાળા કપડાં પહેરીને કંપનીમાં આવ્યો હતો અને કપડાં બદલ્યા હતા. અમિતે ત્વરિત પોલીસને જાણ કરતાં કલોલ પોલીસે વિશાલ અને તેના મિત્રને ઉપાડી સઘન પૂછપરછ કરતાં બંનેએ હત્યાની કબૂલાત કરી હતી. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી કૂવામાંથી પરેશનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો અને બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

