Gandhinagar: વાસણીયા મહાદેવમાં જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા

ગ્રામ પંચાયતની કચેરી સામે જુગાર રમાતો હતો પેથાપુર પોલીસે દરોડા પાડી ત્રણ ઈસમોને ઝડપ્યા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન જુગાર રમતા પકડાયા ગાંધીનગરના વાસણીયા મહાદેવ પંચાયત કચેરીની સામે જાહેરમાં જુદા જુદા ચિત્ર જેવા કે છત્રી, બોલ, ગાય, કબુતર સુર્ય, પતંગ વિગેરે પર ચકી ફુદીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પેથાપુર પોલીસે દરોડો પાડી 3 વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાસણીયા મહાદેવ મંદિર પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી ગાંધીનગર પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન વાસણીયા મહાદેવ મંદીર પાસે પહોંચતા એક વ્યક્તિએ બાતમી આપેલ કે, વાસણીયા મહાદેવ પંચાયતની સામે ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો જાહેરમાં ભેગા થઈ ચકી- ફુદીનો રૂપિયાની હારજીતનો જુગાર રમે છે. જે હકીકતના આધારે પોલીસે વાહનો દૂર અવાવરુ જગ્યાએ મૂકીને ચાલતાં ચાલતાં બાતમી વાળી જગ્યાએ પહોંચ્યા હતા. અચાનક પોલીસ આવતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેનાં પગલે પોલીસે દોટ લગાવીને ત્રણ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. જેઓની પૂછતાછમાં તેમણે પોતાના નામ ગજેન્દ્રસિંહ નટવરસિંહ વાઘેલા, ચેતનસિંહ રણજીતસિંહ વાઘેલા તેમજ નરેન્દ્રસિંહ છત્રસિંહ ચાવડા હોવાનું જણાવ્યું હતું. ચિત્ર વિચિત્ર ચોટાડ્યા હતા પોલીસે રેડની કાર્યવાહી કરતા RCC રોડ ઉપર એક કાગળનો ચાટ પાથરેલો હતો. જેના ઉપર અંગ્રેજીમાં પપ્પુ પ્લેઇંગ પિકચર લખેલ. અને તેની નીચે છત્રી, બોલ, ગાય, કબુતર, સુર્ય, પતંગ વિગેર કુલ-12 ચિત્રો દોરેલ હતા. ઉપરાંત તેની નીચે સ્પેશ્યલ કવોલેટી લખેલ જેની નીચે ગુલાબી-વાદળી કલરની ચીઠ્ઠી ચોટાળેલ હતી. જે ચિત્રો પર ચલણી નોટો મૂકીને જુગાર રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે ત્રણ હજાર જેટલો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેયની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી લીધી હતી.

Gandhinagar: વાસણીયા મહાદેવમાં જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગ્રામ પંચાયતની કચેરી સામે જુગાર રમાતો હતો
  • પેથાપુર પોલીસે દરોડા પાડી ત્રણ ઈસમોને ઝડપ્યા
  • પોલીસ પેટ્રોલીંગ દરમિયાન જુગાર રમતા પકડાયા

ગાંધીનગરના વાસણીયા મહાદેવ પંચાયત કચેરીની સામે જાહેરમાં જુદા જુદા ચિત્ર જેવા કે છત્રી, બોલ, ગાય, કબુતર સુર્ય, પતંગ વિગેરે પર ચકી ફુદીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પેથાપુર પોલીસે દરોડો પાડી 3 વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાસણીયા મહાદેવ મંદિર પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી

ગાંધીનગર પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન વાસણીયા મહાદેવ મંદીર પાસે પહોંચતા એક વ્યક્તિએ બાતમી આપેલ કે, વાસણીયા મહાદેવ પંચાયતની સામે ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો જાહેરમાં ભેગા થઈ ચકી- ફુદીનો રૂપિયાની હારજીતનો જુગાર રમે છે.

જે હકીકતના આધારે પોલીસે વાહનો દૂર અવાવરુ જગ્યાએ મૂકીને ચાલતાં ચાલતાં બાતમી વાળી જગ્યાએ પહોંચ્યા હતા. અચાનક પોલીસ આવતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેનાં પગલે પોલીસે દોટ લગાવીને ત્રણ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. જેઓની પૂછતાછમાં તેમણે પોતાના નામ ગજેન્દ્રસિંહ નટવરસિંહ વાઘેલા, ચેતનસિંહ રણજીતસિંહ વાઘેલા તેમજ નરેન્દ્રસિંહ છત્રસિંહ ચાવડા હોવાનું જણાવ્યું હતું.

ચિત્ર વિચિત્ર ચોટાડ્યા હતા

પોલીસે રેડની કાર્યવાહી કરતા RCC રોડ ઉપર એક કાગળનો ચાટ પાથરેલો હતો. જેના ઉપર અંગ્રેજીમાં પપ્પુ પ્લેઇંગ પિકચર લખેલ. અને તેની નીચે છત્રી, બોલ, ગાય, કબુતર, સુર્ય, પતંગ વિગેર કુલ-12 ચિત્રો દોરેલ હતા. ઉપરાંત તેની નીચે સ્પેશ્યલ કવોલેટી લખેલ જેની નીચે ગુલાબી-વાદળી કલરની ચીઠ્ઠી ચોટાળેલ હતી. જે ચિત્રો પર ચલણી નોટો મૂકીને જુગાર રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે ત્રણ હજાર જેટલો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેયની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી લીધી હતી.