Surat SOGનું ચાની કીટલી પર સરપ્રાઈઝ ચેકિંગ,11 વાગ્યા પછી કીટલી બંધનો આદેશ

જાહેર રોડ પર ચાની હોટલ પર ચેકિંગ ખુલા પ્લોટમાં ખેતરમાં શરૂ કરાઈ છે ચાની હોટલ મોડી રાત્રે SOGનુ પોષ વિસ્તારમાં ચેકિંગ સુરત એસઓજી દ્રારા ગતમોડી રાત્રે ચાની કીટલી પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.પાલ, અડાજણ, વેસુમાં સરપ્રાઇઝ ચેકિંગ હાત ધરાયું હતુ.તમામ હોટલના સંચાલકોને આપી ચેતવણી.રાત્રે 11ના ટકોરે ચાની હોટલ બંધ કરી દેવા આદેશ કરાયો છે.તો વેપારીઓનો આક્ષેપ છે કે,એક મહિનાના ચાની હોટલના ભાડા 1 થી 3 લાખ રૂપિયા છે. મોડી રાત્રે પોલીસ પોશ વિસ્તારમાં દરોડા સુરતમાં નવા ક્લચર પ્રમાણે શરૂ થઈ છે અનેક ચા ની હોટલ ત્યારે નવા કલ્ચર મુજબ ખુલ્લા પ્લોટમાં ખેતરમાં શરૂ કરાઈ છે ચાની હોટલ,ગ્રાહકોને ખાટલા સહિત અનેક સુવિધા અપાઈ રહી છે.જાહેર રોડ પરથી ખેતરની અંદર બનવામાં આવી છે ચાની હોટલ ત્યારે એસઓજી પોલીસે પાલ, અડાજણ, વેસુ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથધર્યુ હતુ અને તમામ હોટલ સંચાલકોને ચેતવણી પણ આપવામાં આવી હતી કે,રાત્રીના 11 વાગ્યા સુધીમાં તમામ હોટલો બંધ કરી દેવામાં આવે નહીતર કાયદેસરની કાર્યવાહી કરાશે. સુરત એસઓજી એકટિવ એજન્સી છે એસોજી પોલીસે દુબઈથી સુરત આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ખૂબ જ ચાલાકી પૂર્વક ગોલ્ડ સ્મગલિંગ એટલે કે સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાના એક રેકેટનો પરદાફર્શ કર્યો છે. આ રેકેટમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પતિ-પત્ની દુબઈથી સુરત એરપોર્ટ પર આવ્યા હતા અને તેઓ લિક્વિડ ફોર્મમાં સોનું સુટકેશની અંદર છુપાવીને લાવ્યા હતા. જોકે એસ.ઓ.જી પોલીસે સમગ્ર રેકેટનો પડદાફાશ કર્યો છે અને આરોપીઓ પાસેથી 64 લાખની કિંમતનું 924 ગ્રામ સોનુ અને દસ લાખની કિંમતની અર્ટીગા કાર મળી 74 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. હાલ આ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરત એસઓજીએ ચલણી નોટ છાપવાનું કારખાનું પણ ઝડપ્યું હતું ગત 21 મેના રોજ સુરત એસઓજી અને પીસીબી પોલીસે બાતમીના આધારે બનાવટી ચલણી નોટ છાપવાના મિની કારખાના પર દરોડા પાડી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે 9.36 લાખથી વધુની બનાવટી ચલણી નોટ ઝડપી પાડી હતી. પોલીસે લિંબાયત વિસ્તારમાં ન્યૂઝ ચેનલની આડમાં અને સાપ્તાહિક અખબારની ઓફિસ ચાલતી હોવાની બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબાર અને એસ એચ ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલની ઓફિસમાં રેડ કરી હતી.

Surat SOGનું ચાની કીટલી પર સરપ્રાઈઝ ચેકિંગ,11 વાગ્યા પછી કીટલી બંધનો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાહેર રોડ પર ચાની હોટલ પર ચેકિંગ
  • ખુલા પ્લોટમાં ખેતરમાં શરૂ કરાઈ છે ચાની હોટલ
  • મોડી રાત્રે SOGનુ પોષ વિસ્તારમાં ચેકિંગ

સુરત એસઓજી દ્રારા ગતમોડી રાત્રે ચાની કીટલી પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.પાલ, અડાજણ, વેસુમાં સરપ્રાઇઝ ચેકિંગ હાત ધરાયું હતુ.તમામ હોટલના સંચાલકોને આપી ચેતવણી.રાત્રે 11ના ટકોરે ચાની હોટલ બંધ કરી દેવા આદેશ કરાયો છે.તો વેપારીઓનો આક્ષેપ છે કે,એક મહિનાના ચાની હોટલના ભાડા 1 થી 3 લાખ રૂપિયા છે.

મોડી રાત્રે પોલીસ પોશ વિસ્તારમાં દરોડા

સુરતમાં નવા ક્લચર પ્રમાણે શરૂ થઈ છે અનેક ચા ની હોટલ ત્યારે નવા કલ્ચર મુજબ ખુલ્લા પ્લોટમાં ખેતરમાં શરૂ કરાઈ છે ચાની હોટલ,ગ્રાહકોને ખાટલા સહિત અનેક સુવિધા અપાઈ રહી છે.જાહેર રોડ પરથી ખેતરની અંદર બનવામાં આવી છે ચાની હોટલ ત્યારે એસઓજી પોલીસે પાલ, અડાજણ, વેસુ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથધર્યુ હતુ અને તમામ હોટલ સંચાલકોને ચેતવણી પણ આપવામાં આવી હતી કે,રાત્રીના 11 વાગ્યા સુધીમાં તમામ હોટલો બંધ કરી દેવામાં આવે નહીતર કાયદેસરની કાર્યવાહી કરાશે.


સુરત એસઓજી એકટિવ એજન્સી છે

એસોજી પોલીસે દુબઈથી સુરત આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ખૂબ જ ચાલાકી પૂર્વક ગોલ્ડ સ્મગલિંગ એટલે કે સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાના એક રેકેટનો પરદાફર્શ કર્યો છે. આ રેકેટમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પતિ-પત્ની દુબઈથી સુરત એરપોર્ટ પર આવ્યા હતા અને તેઓ લિક્વિડ ફોર્મમાં સોનું સુટકેશની અંદર છુપાવીને લાવ્યા હતા. જોકે એસ.ઓ.જી પોલીસે સમગ્ર રેકેટનો પડદાફાશ કર્યો છે અને આરોપીઓ પાસેથી 64 લાખની કિંમતનું 924 ગ્રામ સોનુ અને દસ લાખની કિંમતની અર્ટીગા કાર મળી 74 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. હાલ આ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.


સુરત એસઓજીએ ચલણી નોટ છાપવાનું કારખાનું પણ ઝડપ્યું હતું

ગત 21 મેના રોજ સુરત એસઓજી અને પીસીબી પોલીસે બાતમીના આધારે બનાવટી ચલણી નોટ છાપવાના મિની કારખાના પર દરોડા પાડી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે 9.36 લાખથી વધુની બનાવટી ચલણી નોટ ઝડપી પાડી હતી. પોલીસે લિંબાયત વિસ્તારમાં ન્યૂઝ ચેનલની આડમાં અને સાપ્તાહિક અખબારની ઓફિસ ચાલતી હોવાની બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબાર અને એસ એચ ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલની ઓફિસમાં રેડ કરી હતી.