Gandhinagar :વકફ બોર્ડની જંગમ મિલકતોમાં ગુજરાત બીજા ક્રમે 300કરોડની સંપત્તિ બારોબાર વેચાઈ

કૌભાંડ : ગુજરાતમાં 39,940 સ્થાવર મિલકતોમાંથી માત્ર 18,749નો જ GPS સરવે !નવેમ્બર- 2013થી વકફની મિલકતોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છતાંયે કૌભાંડ યથાવત્ વકફ બોર્ડના અધિકારીઓ, ટ્રસ્ટ્રીઓ અને મિલકત માફિયાઓએ ભેગા મળીને કાસળ કાઢયું ભારતમાં વકફ બોર્ડ પાસે કુલ 8,85,938 મિલકતો છે. જેમાં ગુજરાતના વકફ બોર્ડ પાસે જ 39,940 સ્થાવર અને 5,416 જંગમ મિલકતો છે. દેશમાં સ્થાવર મિલકતોમાં ગુજરાત એ આઠમા ક્રમે છે જ્યારે જંગમ મિલકતોમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં 1લી નવેમ્બર- 2013થી વકફ બોર્ડ હસ્તકની મિલકતોના વેચાણ અથવા તો હસ્તાતંરણ ઉપર સંપૂર્ણતઃ પ્રતિબંધ હોવા છતાંયે રૂ.300 કરોડથી વધારે મુલ્યની 36થી વધુ સંપત્તિઓ બારોબાર વેચાણ પણ થઈ ગઈ છે. લોકસભામાં વકફના કાયદામાં સુધારાને રજૂ કરાયો તે પહેલા બુધવારે એક પ્રશ્નના ઉત્તરમાં લધુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વકફ બોર્ડ હસ્તકની મિલકતોનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં ભારતીય વકફ પરિસંપત્તિ પ્રબંધન પ્રણાલી- WAMSIમાં ગુજરાતમાં 39,940 સ્થાવર મિલકતોમાંથી માત્ર 18,749નો જ GPS સર્વે થયાનું કહેવાયુ છે. ભારતમાં વકફની કૂલ 19,209 મિલકતો મુદ્દે કોર્ટમાં લિટિગેશનો પેન્ડિંગ છે. જેમાં સૌથી વધુ કેસ તેલંગાણાના 3,565 છે તે પછી 2,399 ગુજરાતના કેસ વિવિધ કોર્ટોમાં લિટિગેશન હોવાનું પણ કહેવાયુ છે. આ તરફ ગુજરાતમાં નવેમ્બર- 2013થી વકફની મિલકતોના વેચાણ પર પ્રતિબંધ છતાંયે વિતેલા 10-12 વર્ષમાં રાજ્ય વકફ બોર્ડ, ટ્રસ્ટીઓ અને મિલકત માફિયાઓએ ભેગા મળીને રૂ.300 કરોડથી વધારે મુલ્યની 36થી વધુ સંપત્તિનું વેચાણ કર્યુ છે. જેમાંથી આઠેક સંપત્તિઓ તો સરકારે ફોજદારી અને દીવાની રાહે બોર્ડમાં સુપરત કરી છે. ધર્માદામાં અપાયેલી અધિકાંશ મિલકતો શહેરના મધ્યભાગે મોકાના સ્થળે હોવાથી પેશકદમી અને ગેરકાયદેસર દબાણ હેઠળ રહેતા બનાવટી દસ્તાવેજ, રેકોર્ડ ઊભા કરીને વેચાણ થયુ છે. ભરૂચમાં 7 FIR, મુખ્ય સૂત્રધાર બોર્ડના અધિકારી SCમાં ધર્માદામાં મળેલી મિલકતો પચાવવા માટે સૌથી વધુ કૌભાંડ ભરૂચ, અમદાવાદ, સુરત અને નડીયાદમાં થયા છે. અમદાવાદમાં મિલકત માફિયાઓએ તો કબ્રસ્તાનને પણ છોડયું નથી ! લોકસભામાં વકફ બોર્ડ હસ્તક મિલકતોના સંચાલન સંબંધી કાયદામાં સુધારો રજૂ થઈ રહ્યો હતો તે સમયે અર્થાત ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ભરૂચની વકફ મિલકતોના કૌભાંડમાં જેમની સીધી સામેલગીરી રહી છે તે રાજ્ય બોર્ડના વર્ગ-2ના અધિકારી અફસાના કાઝી આગોતરા જામીન માંગવા દોડી ગયા હતા. ભરૂચમાં અત્યંત ટૂંકાગાળામાં ચેરિટ કમિશનર, રજિસ્ટાર દ્વારા પ્રાથમિક તપાસને અંતે વકફ બોર્ડની રૂ.30 કરોડની મિલકતોનું વેચાણ કરવા સબબ સાત જેટલી ફરિયાદો નોંધાઈ છે. જેમાંથી 6 ગુનામાં ભરૂચ પોલીસે 25થી વધુ આરોપીને ઝડપી પાડયા છે. પોલીસના દાવા મુજબ બોર્ડના અધિકારીએ ઈકબાલ ડાલિયા નામના વ્યક્તિ સાથે મળી ખોટા દસ્તાવેજ ઉભા કરી વેચાણ કૌભાંડ કર્યુ હતું. જેમાં મુખ્ય સુત્રધાર અધિકારી અફસાના કાઝીએ ધરપકડથી બચવા સુપ્રીમમાં આગોતરા જામીન માંગ્યા છે.

Gandhinagar :વકફ બોર્ડની જંગમ મિલકતોમાં ગુજરાત બીજા ક્રમે 300કરોડની સંપત્તિ બારોબાર વેચાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કૌભાંડ : ગુજરાતમાં 39,940 સ્થાવર મિલકતોમાંથી માત્ર 18,749નો જ GPS સરવે !
  • નવેમ્બર- 2013થી વકફની મિલકતોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છતાંયે કૌભાંડ યથાવત્
  • વકફ બોર્ડના અધિકારીઓ, ટ્રસ્ટ્રીઓ અને મિલકત માફિયાઓએ ભેગા મળીને કાસળ કાઢયું

ભારતમાં વકફ બોર્ડ પાસે કુલ 8,85,938 મિલકતો છે. જેમાં ગુજરાતના વકફ બોર્ડ પાસે જ 39,940 સ્થાવર અને 5,416 જંગમ મિલકતો છે. દેશમાં સ્થાવર મિલકતોમાં ગુજરાત એ આઠમા ક્રમે છે જ્યારે જંગમ મિલકતોમાં બીજા ક્રમે છે.

ગુજરાતમાં 1લી નવેમ્બર- 2013થી વકફ બોર્ડ હસ્તકની મિલકતોના વેચાણ અથવા તો હસ્તાતંરણ ઉપર સંપૂર્ણતઃ પ્રતિબંધ હોવા છતાંયે રૂ.300 કરોડથી વધારે મુલ્યની 36થી વધુ સંપત્તિઓ બારોબાર વેચાણ પણ થઈ ગઈ છે.

લોકસભામાં વકફના કાયદામાં સુધારાને રજૂ કરાયો તે પહેલા બુધવારે એક પ્રશ્નના ઉત્તરમાં લધુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વકફ બોર્ડ હસ્તકની મિલકતોનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં ભારતીય વકફ પરિસંપત્તિ પ્રબંધન પ્રણાલી- WAMSIમાં ગુજરાતમાં 39,940 સ્થાવર મિલકતોમાંથી માત્ર 18,749નો જ GPS સર્વે થયાનું કહેવાયુ છે. ભારતમાં વકફની કૂલ 19,209 મિલકતો મુદ્દે કોર્ટમાં લિટિગેશનો પેન્ડિંગ છે. જેમાં સૌથી વધુ કેસ તેલંગાણાના 3,565 છે તે પછી 2,399 ગુજરાતના કેસ વિવિધ કોર્ટોમાં લિટિગેશન હોવાનું પણ કહેવાયુ છે. આ તરફ ગુજરાતમાં નવેમ્બર- 2013થી વકફની મિલકતોના વેચાણ પર પ્રતિબંધ છતાંયે વિતેલા 10-12 વર્ષમાં રાજ્ય વકફ બોર્ડ, ટ્રસ્ટીઓ અને મિલકત માફિયાઓએ ભેગા મળીને રૂ.300 કરોડથી વધારે મુલ્યની 36થી વધુ સંપત્તિનું વેચાણ કર્યુ છે. જેમાંથી આઠેક સંપત્તિઓ તો સરકારે ફોજદારી અને દીવાની રાહે બોર્ડમાં સુપરત કરી છે. ધર્માદામાં અપાયેલી અધિકાંશ મિલકતો શહેરના મધ્યભાગે મોકાના સ્થળે હોવાથી પેશકદમી અને ગેરકાયદેસર દબાણ હેઠળ રહેતા બનાવટી દસ્તાવેજ, રેકોર્ડ ઊભા કરીને વેચાણ થયુ છે.

ભરૂચમાં 7 FIR, મુખ્ય સૂત્રધાર બોર્ડના અધિકારી SCમાં

ધર્માદામાં મળેલી મિલકતો પચાવવા માટે સૌથી વધુ કૌભાંડ ભરૂચ, અમદાવાદ, સુરત અને નડીયાદમાં થયા છે. અમદાવાદમાં મિલકત માફિયાઓએ તો કબ્રસ્તાનને પણ છોડયું નથી ! લોકસભામાં વકફ બોર્ડ હસ્તક મિલકતોના સંચાલન સંબંધી કાયદામાં સુધારો રજૂ થઈ રહ્યો હતો તે સમયે અર્થાત ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ભરૂચની વકફ મિલકતોના કૌભાંડમાં જેમની સીધી સામેલગીરી રહી છે તે રાજ્ય બોર્ડના વર્ગ-2ના અધિકારી અફસાના કાઝી આગોતરા જામીન માંગવા દોડી ગયા હતા. ભરૂચમાં અત્યંત ટૂંકાગાળામાં ચેરિટ કમિશનર, રજિસ્ટાર દ્વારા પ્રાથમિક તપાસને અંતે વકફ બોર્ડની રૂ.30 કરોડની મિલકતોનું વેચાણ કરવા સબબ સાત જેટલી ફરિયાદો નોંધાઈ છે. જેમાંથી 6 ગુનામાં ભરૂચ પોલીસે 25થી વધુ આરોપીને ઝડપી પાડયા છે. પોલીસના દાવા મુજબ બોર્ડના અધિકારીએ ઈકબાલ ડાલિયા નામના વ્યક્તિ સાથે મળી ખોટા દસ્તાવેજ ઉભા કરી વેચાણ કૌભાંડ કર્યુ હતું. જેમાં મુખ્ય સુત્રધાર અધિકારી અફસાના કાઝીએ ધરપકડથી બચવા સુપ્રીમમાં આગોતરા જામીન માંગ્યા છે.