નવી કલેક્ટર કચેરીમાં પાણી ટપક્યું ઃ ફાઇલોના પોટલા હટાવ્યા

વડોદરા, તા.8 શહેરના દિવાળીપુરા ખાતે નવી કલેક્ટર કચેરીની રજવાડી ડિઝાઇનની બિલ્ડિંગની હલકી કક્ષાની કામગીરી પ્રથમ વરસાદમાં જ ખુલ્લી પડી ગઇ છે. પ્રથમ માળે આવેલી જમીન સુધારણાની કચેરીના રેકર્ડ રૃમમાં પાણીની ધાર પડતાં સ્ટાફે કામે લાગીને અંદર મૂકેલ ફાઇલોના પોટલાં તાત્કાલિક હટાવવા પડયા હતાં.ઉલ્લેખનીય છે કે હજી પાંચ મહિના પહેલાં જ નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૃા.૨૫ કરોડના ખર્ચે બનેલી આ કચેરીનું તકલાદી કામ શરૃઆતથી જ વિવાદમાં  હતું. ઉદ્ધાટનના આગલા દિવસે જ ટાઇલ્સો તૂટવાની ઘટનાઓ સામે આવી હતી અને પ્રથમ વરસાદે જ આ બિલ્ડિંગની હલકી કામગીરી ખુલ્લી પડી ગઇ હતી.આજે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કલેક્ટર કચેરીના પ્રથમ માળે પાછળની વિંગમાં આવેલી જમીન સુધારણા કચેરીના રેકર્ડ રૃમમાં છત પરથી પાણીની ધાર  ફાઇલોના પોટલા પર પડવા લાગી હતી જો કે સ્ટાફના નજર પડતાં જ પટાવાળાઓને કામે લગાવી રેકર્ડ રૃમમાંથી તાત્કાલિક પોટલાં બહાર કાઢીને કમ્પાઉન્ડમાં મૂકવાની ફરજ પડી હતી.

નવી કલેક્ટર કચેરીમાં પાણી ટપક્યું ઃ ફાઇલોના પોટલા હટાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.8 શહેરના દિવાળીપુરા ખાતે નવી કલેક્ટર કચેરીની રજવાડી ડિઝાઇનની બિલ્ડિંગની હલકી કક્ષાની કામગીરી પ્રથમ વરસાદમાં જ ખુલ્લી પડી ગઇ છે. પ્રથમ માળે આવેલી જમીન સુધારણાની કચેરીના રેકર્ડ રૃમમાં પાણીની ધાર પડતાં સ્ટાફે કામે લાગીને અંદર મૂકેલ ફાઇલોના પોટલાં તાત્કાલિક હટાવવા પડયા હતાં.

ઉલ્લેખનીય છે કે હજી પાંચ મહિના પહેલાં જ નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૃા.૨૫ કરોડના ખર્ચે બનેલી આ કચેરીનું તકલાદી કામ શરૃઆતથી જ વિવાદમાં  હતું. ઉદ્ધાટનના આગલા દિવસે જ ટાઇલ્સો તૂટવાની ઘટનાઓ સામે આવી હતી અને પ્રથમ વરસાદે જ આ બિલ્ડિંગની હલકી કામગીરી ખુલ્લી પડી ગઇ હતી.

આજે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કલેક્ટર કચેરીના પ્રથમ માળે પાછળની વિંગમાં આવેલી જમીન સુધારણા કચેરીના રેકર્ડ રૃમમાં છત પરથી પાણીની ધાર  ફાઇલોના પોટલા પર પડવા લાગી હતી જો કે સ્ટાફના નજર પડતાં જ પટાવાળાઓને કામે લગાવી રેકર્ડ રૃમમાંથી તાત્કાલિક પોટલાં બહાર કાઢીને કમ્પાઉન્ડમાં મૂકવાની ફરજ પડી હતી.