Gandhinagar :દહેગામનું કાલીપુરા ગામ વેચવાનું કૌભાંડ બે પોલીસ કર્મચારીની સંડોવણીની ચર્ચા

જૂના પહાડિયાની જેવી જ મોડસ ઓપરેન્ડી છતાં પોલીસના ફરિયાદ લેવામાં ધાંધિયાજમીન ખરીદનારાઓની સમાધાન માટે દોડધામ, ફરિયાદ ન કરવા પોલીસનું ગ્રામજનો પર દબાણનો આક્ષેપ આ કાલીપુરાના રીસર્વે નંબર 347ની 1.68 વીઘા જમીનો દસ્તાવેજ બારોબાર કરી દેવાયો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં જૂના પહાડિયાની મોડેસ ઓપરેન્ડીથી જ કાલીપુરા ગામની એકથી દોઢ વીઘા જમીન વેચી મારવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ જમીનનો પણ વેચાણ દસ્તાવેજ અહીં વસતા લોકોની જાણ બહાર થઈ ગયો. વેચાણની ફેરફાર નોંધ પડી એ સાથે અહીં મકાન ધરાવતા લોકોના માથા પર આભ તૂટી પડયું. 7/12માં સમાવેશ છ વારસદારોએ બારોબાર આ જમીન ત્રણ શખ્સોને વેચી મારી છે. આ જમીન ખરીદનારામાં બે શખ્સો પોલીસ કર્મચારી હોવાની ચર્ચા છે. આ બંને રાજકીય વગ ધરાવતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એકબાજુ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરી રહી છે તો બીજી તરફ જમીન ખરીદનારાઓ પણ સમાધાન કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે. દહેગામ તાલુકાના સાંપા ગામનું કાલીપુરા પેટાપરુ ગણાય છે. આ કાલીપુરાના રીસર્વે નંબર 347ની 1.68 વીઘા જમીનો દસ્તાવેજ બારોબાર કરી દેવાયો છે. કાલીપુરાની જમીનનો વેચાણ દસ્તાવેજ તો છેક એપ્રિલ મહિનામાં કરી દેવાયો છે. અરજદારો દ્વારા પ્રાંત કચેરીમાં વાંધા અરજી કરી છે, અને વેચાણ નોંધને રદ કરવાની માંગ કરી છે. વાંધા અરજીમાં જણાવ્યા પ્રમાણે સીતાબેન બકાજી ડાભી, ગીતાબેન બકાજી ડાભી, કાળીબેન માસંગજી ઠાકોર, કિરીટજી બકાજી ડાભી, ચંપાબેન મસંગજી ડાભી, રઈબેન બકાજી ડાભી દ્વારા ગત 18 એપ્રિલના રોજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કર્યો છે. આ જમીનને સ્નેહલબેન જૈમીનભાઈ બારોટ, મનોજભાઈ કનુભાઈ બારોટ, દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ ચંપાવત ખરીદી છે. આ તમામ શખ્સોએ 7/12ના અન્ય હિસ્સેદારોની સહી, સંમતિ કે કબૂલાત લીધા વગર વેચાણે આપી દીધી છે. આ જમીન ગામતળમાં આવેલી હોવાનું વાંધા અરજીમાં જણાવ્યું છે. પ્રાંત અધિકારીએ વાંધા અરજીને તકરાર રજિસ્ટરમાં ચડાવી આગામી 19 જુલાઈ એટલેકે આવતીકાલે શુક્રવારના રોજ સુનાવણી રાખવામાં આવી છે.

Gandhinagar :દહેગામનું કાલીપુરા ગામ વેચવાનું કૌભાંડ બે પોલીસ કર્મચારીની સંડોવણીની ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂના પહાડિયાની જેવી જ મોડસ ઓપરેન્ડી છતાં પોલીસના ફરિયાદ લેવામાં ધાંધિયા
  • જમીન ખરીદનારાઓની સમાધાન માટે દોડધામ, ફરિયાદ ન કરવા પોલીસનું ગ્રામજનો પર દબાણનો આક્ષેપ
  • આ કાલીપુરાના રીસર્વે નંબર 347ની 1.68 વીઘા જમીનો દસ્તાવેજ બારોબાર કરી દેવાયો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં જૂના પહાડિયાની મોડેસ ઓપરેન્ડીથી જ કાલીપુરા ગામની એકથી દોઢ વીઘા જમીન વેચી મારવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ જમીનનો પણ વેચાણ દસ્તાવેજ અહીં વસતા લોકોની જાણ બહાર થઈ ગયો. વેચાણની ફેરફાર નોંધ પડી એ સાથે અહીં મકાન ધરાવતા લોકોના માથા પર આભ તૂટી પડયું.

7/12માં સમાવેશ છ વારસદારોએ બારોબાર આ જમીન ત્રણ શખ્સોને વેચી મારી છે. આ જમીન ખરીદનારામાં બે શખ્સો પોલીસ કર્મચારી હોવાની ચર્ચા છે. આ બંને રાજકીય વગ ધરાવતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એકબાજુ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરી રહી છે તો બીજી તરફ જમીન ખરીદનારાઓ પણ સમાધાન કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે.

દહેગામ તાલુકાના સાંપા ગામનું કાલીપુરા પેટાપરુ ગણાય છે. આ કાલીપુરાના રીસર્વે નંબર 347ની 1.68 વીઘા જમીનો દસ્તાવેજ બારોબાર કરી દેવાયો છે. કાલીપુરાની જમીનનો વેચાણ દસ્તાવેજ તો છેક એપ્રિલ મહિનામાં કરી દેવાયો છે. અરજદારો દ્વારા પ્રાંત કચેરીમાં વાંધા અરજી કરી છે, અને વેચાણ નોંધને રદ કરવાની માંગ કરી છે. વાંધા અરજીમાં જણાવ્યા પ્રમાણે સીતાબેન બકાજી ડાભી, ગીતાબેન બકાજી ડાભી, કાળીબેન માસંગજી ઠાકોર, કિરીટજી બકાજી ડાભી, ચંપાબેન મસંગજી ડાભી, રઈબેન બકાજી ડાભી દ્વારા ગત 18 એપ્રિલના રોજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કર્યો છે. આ જમીનને સ્નેહલબેન જૈમીનભાઈ બારોટ, મનોજભાઈ કનુભાઈ બારોટ, દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ ચંપાવત ખરીદી છે.

આ તમામ શખ્સોએ 7/12ના અન્ય હિસ્સેદારોની સહી, સંમતિ કે કબૂલાત લીધા વગર વેચાણે આપી દીધી છે. આ જમીન ગામતળમાં આવેલી હોવાનું વાંધા અરજીમાં જણાવ્યું છે. પ્રાંત અધિકારીએ વાંધા અરજીને તકરાર રજિસ્ટરમાં ચડાવી આગામી 19 જુલાઈ એટલેકે આવતીકાલે શુક્રવારના રોજ સુનાવણી રાખવામાં આવી છે.