Gandhinagar News: લોકપ્રશ્નો ઉકેલવા ભાજપના જ ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

MLA લવિંગજી ઠાકોરે CM ને પત્ર લખી કરી રજૂઆતપાટણ જિલ્લામાં રાધનપુરા મત વિસ્તારનો મોટો ફાળો:લવિંગજી મતના બદલામાં વિકાસ કામો કરી આપવા કરી રજૂઆતલોકશાહીમાં લોકોના કાર્યો કરવા એ સરકાર અને વહીવટી તંત્રની નૈતિક જવાબદારી બની રહે. ત્યારે જો જનતાને કોઈ સમસ્યા હોય તો તેઓ નિર્ભયપણે સરકારમાં રજૂઆત પણ કરી શકે છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત એટલા માટે ખાસ છે કારણ કે આ રજૂઆત કોઈ સામાન્ય વ્યક્તિ કે વિપક્ષના કોઈ નેતા દ્વારા નહિ પરંતુ ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા કરવામાં  આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડના બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. રજૂઆતમાં મતના બદલામા પ્રશ્નો ઉકેલવા અને વિકાસ કામો કરી આપવા વિનંતી કરી છે. રજૂઆતમાં ધારાસભ્ય લવિંગજીએ ઉલ્લેખ કર્યો છે કે રાધનપુર વિધાનસભાએ ભાજપને જિલ્લામાં સૌથી વધુ 34706 મતોની લીડ અપાવી છે. જેથી વિસ્તારના લોકોના વિકાસ કામો કરી આપવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.જાણવા મળી રહ્યું છે કે, ભાજપના રાધનપુરથી ધારાસભ્ય લવિંગજી ઠાકોરે નર્મદા કેનાલ, રોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નો ઉકેલી આપવા અગ્રતા આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. લવિંગજી ઠાકોર દ્વારા લખવામાં આવેલ પત્ર 

Gandhinagar News: લોકપ્રશ્નો ઉકેલવા ભાજપના જ ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • MLA લવિંગજી ઠાકોરે CM ને પત્ર લખી કરી રજૂઆત
  • પાટણ જિલ્લામાં રાધનપુરા મત વિસ્તારનો મોટો ફાળો:લવિંગજી
  • મતના બદલામાં વિકાસ કામો કરી આપવા કરી રજૂઆત

લોકશાહીમાં લોકોના કાર્યો કરવા એ સરકાર અને વહીવટી તંત્રની નૈતિક જવાબદારી બની રહે. ત્યારે જો જનતાને કોઈ સમસ્યા હોય તો તેઓ નિર્ભયપણે સરકારમાં રજૂઆત પણ કરી શકે છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત એટલા માટે ખાસ છે કારણ કે આ રજૂઆત કોઈ સામાન્ય વ્યક્તિ કે વિપક્ષના કોઈ નેતા દ્વારા નહિ પરંતુ ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા કરવામાં  આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડના બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ, રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. રજૂઆતમાં મતના બદલામા પ્રશ્નો ઉકેલવા અને વિકાસ કામો કરી આપવા વિનંતી કરી છે. રજૂઆતમાં ધારાસભ્ય લવિંગજીએ ઉલ્લેખ કર્યો છે કે રાધનપુર વિધાનસભાએ ભાજપને જિલ્લામાં સૌથી વધુ 34706 મતોની લીડ અપાવી છે. જેથી વિસ્તારના લોકોના વિકાસ કામો કરી આપવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

જાણવા મળી રહ્યું છે કે, ભાજપના રાધનપુરથી ધારાસભ્ય લવિંગજી ઠાકોરે નર્મદા કેનાલ, રોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નો ઉકેલી આપવા અગ્રતા આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. 

લવિંગજી ઠાકોર દ્વારા લખવામાં આવેલ પત્ર