Gandhinagar News: મહાત્મા મંદિર ખાતે પહેલી માર્ચે ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ યોજાશે

Feb 27, 2026 - 22:00
Gandhinagar News: મહાત્મા મંદિર ખાતે પહેલી માર્ચે ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જ્યારે દુનિયાની સામે કોવિડ 19ના પડકારો ઊભા થયા અને તેને કારણે અમુક જે અગત્યના પાર્ટસ હતા એની સપ્લાય ચેઈન ખોટવાઈ હતી એમાં મહત્વની સિસ્ટમ સેમીકન્ડક્ટર છે.સેમીકન્ડક્ટર ઉત્પાદન બંધ થવાથી દુનિયાના ઘણાં ઉદ્યોગો ને માઠી અસર થઈ હતી.આ એક મોટો પડકાર હતો.આ પડકારને એક અવસર ગણીને વડાપ્રધાન મોદી દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવાનું નક્કી કર્યું જેને પરિણામે આજે દેશ સેમીકન્ડક્ટર સહિતના ફિફ્થ જનરેશન સ્માર્ટ મેનુફકચુરિંગમાં દુનિયામાં નેતૃત્વ કરી રહ્યું છે.

ગુજરાતે ભારતનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ

આ બાબતે ગયા અઠવાડિયામાં વડાપ્રધાનના નેતૃત્વમાં દિલ્હીમાં ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ- ૨૦૨૬ યોજાઈ,જેમાં દુનિયાના અંદાજે 88 દેશોએ સાથે મળીને એ.આઈ.નો એથિકલ ઉપયોગ થઈ શકે એ માટેના ડિક્લેરેશન પણ બહાર પાડ્યા છે.ગુજરાત પણ સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે દેશનું હબ બની રહ્યું છે‌ જે સંદર્ભે અંદાજે રૂ.૧.૨૪ લાખ કરોડના પ્રોજેક્ટ બની રહ્યા છે તેમ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ભારતનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.

ઉત્પાદન માટે મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે

જે ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને વ્યૂહાત્મક ટેકનોલોજી આધારને મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.જેના ભાગરૂપે મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આગામી તા.૧ અને ૨ માર્ચે 'ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- ૨૦૨૬’ યોજાશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ ગુજરાતને મેમરી પેકેજિંગ અને અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. ગુજરાત સેમીકનેક્ટ-૨૦૨૬નું આયોજન રાજ્યના ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ વૈશ્વિક અને સ્વદેશી સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ભાગીદારોને એકત્રિત કરવાનો છે. આ પરિષદનો હેતુ હાઈ-ટેક ચિપ ઉત્પાદકો, સપ્લાય ચેઇન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહકાર સક્ષમ બનાવી, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના દીર્ઘકાલીન વિકાસને મજબૂત બનાવવાનો છે.

આ પણ વાંચોઃ Tapi News: ખાનગી સોલાર પ્લાન્ટના ખોદકામ માટે માર્ગ મકાન વિભાગના નિયમોનું ઉલ્લંઘન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0