Amreli Rain Update: જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદ, 68 લોકોનું દિલધડક રેસ્ક્યૂ, શાળાઓમાં રજા જાહેર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં મેઘરાજાએ અતિરૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બપોર બાદ શરૂ થયેલા અનરાધાર અને મુશળધાર વરસાદે આખા ધારી શહેર અને ગ્રામ્ય પંથકને પાણી-પાણી કરી દીધું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના હેઠળ 7 જુલાઈના રોજ અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક રજા જાહેર કરી દેવામાં આવી છે.
ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામો એલર્ટ
ધારી પંથકમાં થયેલા ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની પ્રચંડ આવક થતાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડેમના 9 દરવાજા 3.04 મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે. આ સાથે જ નદી કાંઠાના અને નીચાણવાળા તમામ ગામોને હાઈ-એલર્ટ કરી લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સખત અપીલ કરવામાં આવી છે.
શેત્રુંજીના પૂરમાં ગાંધી બ્રિજ ધોવાયો
ધારીની મધ્યમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં ભયાનક પૂર આવ્યું છે. પૂરના પાણી ધારીના મુખ્ય માર્ગ પર આવેલા ઐતિહાસિક ગાંધી બ્રિજ પર ફરી વળ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે, ગાંધી બ્રિજનો મોટો ભાગ ધોવાઈ ગયો છે. આ મુખ્ય બ્રિજ તૂટી પડતાં ધારીથી જૂનાગઢ અને જૂનાગઢથી અમરેલી તરફ જવાનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
મીઠાપુર ડુંગળી ગામ બેટમાં ફેરવાયું, 68 લોકોનું દિલધડક રેસ્ક્યૂ
ભારે વરસાદના કારણે મોરસુબડા ડેમના પાણી ધારીના મીઠાપુર ડુંગળી ગામમાં ફરી વળ્યા હતા, જેના કારણે આખું ગામ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ગામમાં અચાનક પૂર આવતા 68 થી વધારે લોકો પાણી વચ્ચે જીવના જોખમે ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની બચાવ ટુકડી તાત્કાલિક કામે લાગી હતી અને બોટની મદદથી તમામ 68થી વધુ લોકોને પૂરમાંથી સહીસલામત બહાર કાઢી નવજીવન આપ્યું હતું.
ઘરોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન
બીજી તરફ, ધારી શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે, જોશીબાગ, ખાડીયા વિસ્તાર અને હેમરાજિયા વિસ્તારના સેંકડો રહેણાંક મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. અચાનક પાણી ભરાઈ જવાના કારણે લોકોની ઘરવખરી અને કિંમતી ચીજવસ્તુઓ પલળી ગઈ છે, જેથી સ્થાનિક રહીશોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સમગ્ર પંથકનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
આ પણ વાંચો - Amreli News: સાવરકુંડલામાં ત્રણ નદીઓના પૂર, જૂનાસાવર ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

