Amreli: સાવરકુંડલાના છાપરી ગામે વરસાદી પાણીના ખાડામાં નાહવા પડેલા 17 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લામાં ચોમાસાની મોસમ દરમિયાન નદી-નાળા અને ખાડાઓમાં પાણી ભરાવાના કારણે અકસ્માતોની શ્રેણી ચાલુ રહી છે. સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે વરસાદી પાણીથી ભરાયેલા એક ખાડામાં નાહવા પડેલો 17 વર્ષનો સગીર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
સગીર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો
બનાવની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સગીરને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.ડૂબી ગયેલા સગીરની ઓળખ વીજપડી ગામના રહેવાસી સાહિલ રૂસ્તમભાઈ ઊનડ (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ હતી. ઘટના સ્થળેથી સગીરને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વીજપડી અને ત્યારબાદ વધુ સારવાર તથા પોસ્મોર્ટમ (PM) પ્રક્રિયા અર્થે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો
જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 17 વર્ષના પુત્રના આકસ્મિક મોતથી ઊનડ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણી, ખાડાઓ કે ચેકડેમમાં બાળકો કે સગીરોને નાહવા ન જવા દેવા વાલીઓને અપીલ કરાઈ છે. સાવરકુંડલા પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Dahod: રતનમહાલમાં નલધા ધોધ શરૂ, ચોમાસામાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

