Dwarka: ઓખા નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપનો ભગવો લહેરાયો; વોર્ડ નં. 4 ની આખી પેનલ બિનહરીફ વિજેતા

Sep 29, 2026 - 18:00
Dwarka: ઓખા નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપનો ભગવો લહેરાયો; વોર્ડ નં. 4 ની આખી પેનલ બિનહરીફ વિજેતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. આગામી 11 ઓક્ટોબરે યોજાનાર મતદાન પહેલા જ ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર-4 માં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. આ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારો સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી મેદાનમાં ન રહેતા આખી પેનલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી છે.

ઓખા નગરપાલિકા ચૂંટણી

ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર-4 માં ભાજપ દ્વારા ચેતનભા માણેક, દક્ષાબેન થોભાણી, મિલન બારીયા અને હીનાબેન નિમાવતને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રકની પ્રક્રિયા બાદ સામે પક્ષે અન્ય કોઈ ઉમેદવારો નામાંકન રજૂ ન કરતા અથવા ફોર્મ ન રહેતા આ ચારેય નેતાઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ જીતનું ખાતું ખુલતા ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

વોર્ડ નં. 4 ની આખી પેનલ બિનહરીફ વિજેતા

ઉલ્લેખનીય છે કે ઓખા નગરપાલિકાની આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો સંગ્રામ ખેલાઈ રહ્યો છે. વોર્ડ નંબર-4 નું પરિણામ ભાજપના પક્ષમાં આવી જતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે. ૧૧ ઓક્ટોબરે યોજાનાર મતદાન પહેલા જ એક વોર્ડમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ઓખા નગરપાલિકાના બાકી રહેતા 8 વોર્ડમાં ત્રિપાંખિયા ચૂંટણી જંગ પર સૌ રાજકીય વિશ્લેષકોની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો: Surat: કાપડ બજાર માટે મોટો નિર્ણય; દિવાળી સુધી દર રવિવારે ખુલ્લા રહેશે તમામ ટેક્સટાઇલ માર્કેટ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0