100થી વધુ પંપો પર પેટ્રોલ નથીના પાટિયા ઝૂલવા લાગ્યા

May 15, 2026 - 01:30
100થી વધુ પંપો પર પેટ્રોલ નથીના પાટિયા ઝૂલવા લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની તીવ્ર અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. શહેરા સહિત જિલ્લાના મુખ્ય મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અંદાજે 113 જેટલા પેટ્રોલ પંપો પર સ્ટોક નથીના બોર્ડ લાગી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત મોટાભાગના પેટ્રોલ પંપો ઇંધણના અભાવે બંધ થઈ ગયા છે. ખાસ કરીને શહેરા પંથકમાં સ્થિતિ વધુ ગંભીર છે. જે જૂજ પંપો પર સ્ટોક ઉપલબ્ધ છે, ત્યાં વહેલી સવારથી જ વાહનોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો કામધંધો છોડીે માત્ર બે-પાંચ લિટર પેટ્રોલ માટે કલાકો સુધી તપતા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.ઇંધણની

ગોધરામાં કેટલાક પંપો પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી ગયો

ગોધરા : ગોધરા શહેર તેમજ ગોધરા બાયપાસ રોડ પર આવેલા મોટા ભાગના પેટ્રોલ પંપ પર પર પેટ્રોલ નો જથ્થો પૂર્ણ થઈ જતાં, કેટલાક ફ્યુઅલ પંપ પર પેટ્રોલ તેમજ ડીઝલ નથી ના બોર્ડ લાગ્યા હતા. ગુરૂવારે ગોધરા શહેરમાં આવેલા 10 પૈકી પાંચ ફ્યુલ પંપો પર પેટ્રોલનો જથ્થો થયો ખલાસ થઈ ગયો હતો.બીજી તરફ જે ફ્યુઅલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ નો જથ્થો ઉપલબ્ધ છે ત્યાં વાહનચાલકોની લાંબી લાઈન લાગી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0