Gandhinagar: રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં પાંચ દિવસનું અઠવાડિયું કરવા CMને રજૂઆત

May 15, 2026 - 06:30
Gandhinagar: રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં પાંચ દિવસનું અઠવાડિયું કરવા CMને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારમાં 'પાંચ દિવસનું અઠવાડિયું' તથા વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ લાગુ કરવા માટે ધ ગુજરાત સચિવાલય ફેડરેશન તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામડળ દ્વારા માગણી ઉઠી છે. આ સંદર્ભે બન્ને યુનિયનો તરફથી મુખ્યમંત્રીને આવેદન પણ પાઠવવામાં આવ્યા છે.

આ બન્ને સંગઠનો તરફથી જમાવાયું છે કે, તાજેતરમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમ કલ્ચરનો અમલ કરવા તેમજ તમામ મિટિંગો શક્ય હોય ત્યાં સુધી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર પાડવાનું નક્કી થયું છે ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સરકારી કચેરીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ-અધિકારીઓ કામ કરે છે, ત્યારે એમના દ્વારા પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટે, ટ્રાફિકનું ભારણ ઓછું થાય, માનવશક્તિ તથા સમયનો વ્યથ ઘટાડવા માટે કોરોના દરમિયાન જે રીતે વર્ક ફ્રોમ હોમ-ઈ-ઓફિસ-વર્ચ્યુઅલ મિટિંગ પદ્ધતિઓ અમલમાં મૂકાઇ હતી તે રીતે અત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ફરી સુવ્યવસ્થા લાગુ કરવા સરકારને વિનંતી કરાઇ છે. યુનિયનોએ આ મુજબ મુખ્ય માગણી કરી છે, ભારત સરકાર અને અન્ય રાજ્યોના ધોરણે રાજ્યમાં પણ અગાઉ થયેલી રજૂઆત મુજબ સપ્તાહમાં કામકાજના પાંચ દિવસો કરવામાં આવે, સચિવાલયના વિભાગોમાં કામગીરીની પ્રકૃતિ અનુરૂપ શક્ય હોય ત્યાં તબક્કાવાર વર્ક ફ્રોમ હોમ અથવા હાઇબ્રિડ વર્કિંગ મોડલ અમલમાં મૂકવામાં આવે , વર્ક ફ્રોમ હોમ માટે પ્રોટોકોલ તથા વહીવટના નિયમો બહાર પાડવામાં આવે, સપ્તાહના નિશ્ચિત દિવસોમાં રોટેશન આધારિત વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા શરૂ કરવામાં આવે, જેથી કર્મચારીઓની હાજરી તથા કાર્યક્ષમતા બન્ને જળવાઈ રહે, ઈ-ઓફિસ, વર્ચ્યુઅલ મિટિંગ, વિડિયો કોન્ફરન્સિંગ તથા ડિજિટલ ફાઇલ વ્યવહારનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તેમજ સરકારી કચેરીઓમાં તથા સચિવાલય સ્તરે વીજળી, ઈંધણ બચાવવા લાંબા ગાળાની નીતિ ઘડવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0