Vav-Tharad News : ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ બરતરફ, DDO કલ્પેશ શર્માની મોટી કાર્યવાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી ભાટવરવાસ ગ્રામ પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપોને ધ્યાને રાખીને DDO કલ્પેશ શર્મા દ્વારા ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રના આ આકરા નિર્ણયથી સમગ્ર વાવ-થરાદ પંથકની પંચાયતોમાં અને રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ ડાહીબેન પ્રજાપતિ બરતરફ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ ડાહીબેન પ્રજાપતિ સામે સત્તાનો દુરુપયોગ કરવા અને પોતાની ફરજો પ્રત્યે ઘોર દુર્લક્ષતા દાખવવા બદલ આ પગલાં લેવામાં આવ્યા છે. DDO કલ્પેશ શર્માએ તેમને તાત્કાલિક અસરથી પોતાના હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગૌચર જમીનના દબાણના આ જ મુદ્દાને લઈને ગ્રામ પંચાયતના મૂળ સરપંચને DDO દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
વહીવટી બેદરકારી સામે તંત્રનું કડક વલણ
સરપંચના સસ્પેન્શન બાદ પંચાયતનો કાર્યભાર સંભાળી રહેલા ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ સામે પણ ગૌચર દબાણ અને બેદરકારી બદલ કાર્યવાહી થતાં ગેરકાયદે દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા તંત્ર દ્વારા આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી કે ગૌચર જમીન પરના દબાણ, સત્તાના દુરુપયોગ અને વહીવટી બેદરકારીને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો : Vadodara News : રક્ષાબંધન પર VMC ની મોટી ભેટ, મહિલાઓ અને બાળકો માટે સિટી બસ અને ઈ-બસમાં મુસાફરી તદ્દન મફત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

