Gandhinagar News: ભૂતાનના રાજા અને વડાપ્રધાન ભારતના પ્રવાસે,સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

ગુજરાત અને ભૂતાનના સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી થતા એક્સપોર્ટમાં 52 ટકાનો વધારો વડાપ્રધાન મોદીને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી સમ્માનિત કરાયાભારતના પાડોશી દેશ ભૂતાનના નરેશ મહામહિમ જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે અત્યારે ભારતના પ્રવાસે છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. ભારતના ગ્રોથ એન્જિન તરીકે પ્રતિષ્ઠિત ગુજરાત રાજ્ય સાથે ભૂતાનના સંબંધો વધુ ગહન બન્યા છે. વર્ષ 2019માં થયેલા એક્સપોર્ટનો આંકડો 2023-24માં 21.98 મિલિયન USD પર પહોંચ્યો ગુજરાત સાથે વ્યાપારી સંબંધો વિકસિત કરવા માટે ભૂતાન તત્પર રહ્યું છે અને તે હેતુથી વર્ષ 2014માં ભૂતાનના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતની મુલાકાત લીધી હતી. પરિણામ સ્વરૂપે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાંથી ભૂતાનમાં થતા એક્સપોર્ટમાં સતત વધારો થયો છે. વર્ષ 2019-20માં ગુજરાતમાંથી 14.39 મિલિયન US ડોલરના ઉત્પાદનોની નિકાસ થઈ હતી. જે વર્ષ 2023-24માં વધીને 21.98 મિલિયન US ડોલર પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષમાં એક્સપોર્ટમાં 52 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાંથી થયેલા એક્સપોર્ટના આંકડા (US મિલિયન ડોલરમાં) 2019-20 - 14.39 2020-21 - 14.85 2021-22 - 19.70 2022-23 - 19.22 2023-24 - 21.98 પ્લાસ્ટિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિક મશીનરી સહિત દવાઓનું ભૂતાનમાં એક્સપોર્ટ ગુજરાતમાંથી એક્સપોર્ટ થતા ટોચના ઉત્પાદનોમાં પ્લાસ્ટિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિક મશીનરી અને સાધનો, સિરામિક ઉત્પાદનો, માછલી, પેપર અને પેપરના ઉત્પાદનો તેમજ દવાઓનો સમાવેશ થાય છે. આ માત્ર આંકડાઓમાં થયેલો જ વધારો નથી, પરંતુ ઉત્પાદનોની વિવિધતામાં પણ વધારો છે. વડાપ્રધાને ભૂતાન સાથે મુલાકાતોથી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કર્યા વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ જૂન મહિનામાં સૌથી પહેલો વિદેશ પ્રવાસ ભૂતાનનો કર્યો હતો. ભૂતાન સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. આ વર્ષે માર્ચ મહિનામાં વડાપ્રધાને ફરી ભૂતાનની મુલાકાત લઇને “નેબરહુડ ફર્સ્ટ પોલિસી”ની પ્રાથમિકતા રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અદ્યતન ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સમ્માનથી સમ્માનિત કરાયા આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ભૂતાનના 13મા પાંચ વર્ષીય પ્લાન માટે ₹ 10 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ તેમને “મિત્ર અને મોટા ભાઈ” તરીકે સંબોધિત કરીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન “ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો”થી સમ્માનિત કર્યા હતા. ભારતનો ભૂતાન સાથેનો વેપાર ત્રણ ગણો વધ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સઘન પ્રયાસોના કારણે ભારત અને ભૂતાન વચ્ચે વેપારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આયાત અને નિકાસ બન્ને ક્ષેત્રે ભૂતાન સાથે ભાગીદારીમાં ભારત સૌથી ઉપર છે. ભારતનો ભૂતાન સાથેનો વેપાર (વિજળી સિવાય) વર્ષ 2014-15માં 484 મિલિયન US ડોલર હતો. જે ત્રણ ગણો વધીને વર્ષ 2022-23માં 1606 મિલિયન US ડોલર થયો છે. ભૂતાનમાં ભારતની લગભગ 30 જેટલી કંપનીઓ બેન્કિંગ, ઉત્પાદન, ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન, એગ્રીકલ્ચર-ફુડ પ્રોસેસિંગ, ફાર્મા, ITES, હોસ્પિટાલીટી અને એજ્યુકેશન સહિતના ક્ષેત્રોમાં કાર્યરત છે. 

Gandhinagar News: ભૂતાનના રાજા અને વડાપ્રધાન ભારતના પ્રવાસે,સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત અને ભૂતાનના સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા
  • પાંચ વર્ષમાં ગુજરાતમાંથી થતા એક્સપોર્ટમાં 52 ટકાનો વધારો
  • વડાપ્રધાન મોદીને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી સમ્માનિત કરાયા

ભારતના પાડોશી દેશ ભૂતાનના નરેશ મહામહિમ જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે અત્યારે ભારતના પ્રવાસે છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. ભારતના ગ્રોથ એન્જિન તરીકે પ્રતિષ્ઠિત ગુજરાત રાજ્ય સાથે ભૂતાનના સંબંધો વધુ ગહન બન્યા છે.

વર્ષ 2019માં થયેલા એક્સપોર્ટનો આંકડો 2023-24માં 21.98 મિલિયન USD પર પહોંચ્યો

ગુજરાત સાથે વ્યાપારી સંબંધો વિકસિત કરવા માટે ભૂતાન તત્પર રહ્યું છે અને તે હેતુથી વર્ષ 2014માં ભૂતાનના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતની મુલાકાત લીધી હતી. પરિણામ સ્વરૂપે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાંથી ભૂતાનમાં થતા એક્સપોર્ટમાં સતત વધારો થયો છે. વર્ષ 2019-20માં ગુજરાતમાંથી 14.39 મિલિયન US ડોલરના ઉત્પાદનોની નિકાસ થઈ હતી. જે વર્ષ 2023-24માં વધીને 21.98 મિલિયન US ડોલર પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષમાં એક્સપોર્ટમાં 52 ટકાનો વધારો જોવા મળ્યો છે.


ગુજરાતમાંથી થયેલા એક્સપોર્ટના આંકડા (US મિલિયન ડોલરમાં)

  • 2019-20 - 14.39
  • 2020-21 - 14.85
  • 2021-22 - 19.70
  • 2022-23 - 19.22
  • 2023-24 - 21.98

પ્લાસ્ટિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિક મશીનરી સહિત દવાઓનું ભૂતાનમાં એક્સપોર્ટ

ગુજરાતમાંથી એક્સપોર્ટ થતા ટોચના ઉત્પાદનોમાં પ્લાસ્ટિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિક મશીનરી અને સાધનો, સિરામિક ઉત્પાદનો, માછલી, પેપર અને પેપરના ઉત્પાદનો તેમજ દવાઓનો સમાવેશ થાય છે. આ માત્ર આંકડાઓમાં થયેલો જ વધારો નથી, પરંતુ ઉત્પાદનોની વિવિધતામાં પણ વધારો છે.

વડાપ્રધાને ભૂતાન સાથે મુલાકાતોથી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કર્યા

વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ જૂન મહિનામાં સૌથી પહેલો વિદેશ પ્રવાસ ભૂતાનનો કર્યો હતો. ભૂતાન સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. આ વર્ષે માર્ચ મહિનામાં વડાપ્રધાને ફરી ભૂતાનની મુલાકાત લઇને “નેબરહુડ ફર્સ્ટ પોલિસી”ની પ્રાથમિકતા રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અદ્યતન ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.

વડાપ્રધાન મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સમ્માનથી સમ્માનિત કરાયા

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ભૂતાનના 13મા પાંચ વર્ષીય પ્લાન માટે ₹ 10 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ તેમને “મિત્ર અને મોટા ભાઈ” તરીકે સંબોધિત કરીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન “ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો”થી સમ્માનિત કર્યા હતા.

ભારતનો ભૂતાન સાથેનો વેપાર ત્રણ ગણો વધ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સઘન પ્રયાસોના કારણે ભારત અને ભૂતાન વચ્ચે વેપારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આયાત અને નિકાસ બન્ને ક્ષેત્રે ભૂતાન સાથે ભાગીદારીમાં ભારત સૌથી ઉપર છે. ભારતનો ભૂતાન સાથેનો વેપાર (વિજળી સિવાય) વર્ષ 2014-15માં 484 મિલિયન US ડોલર હતો. જે ત્રણ ગણો વધીને વર્ષ 2022-23માં 1606 મિલિયન US ડોલર થયો છે. ભૂતાનમાં ભારતની લગભગ 30 જેટલી કંપનીઓ બેન્કિંગ, ઉત્પાદન, ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન, એગ્રીકલ્ચર-ફુડ પ્રોસેસિંગ, ફાર્મા, ITES, હોસ્પિટાલીટી અને એજ્યુકેશન સહિતના ક્ષેત્રોમાં કાર્યરત છે.