Valsad Rain: દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યુ, આ શહેરમાં શાળા-કોલેજોમાં રજા જાહેર

સુરક્ષાના ભાગરૂપે ઉમરગામમાં શાળા કોલેજો બંધ રહેશે વલસાડ જિલ્લા કલેકટરે લીધો નિર્ણય અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં વરસાદ ભારે વરસાદ પડ્યો છે. ઉમરગામમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પરથી જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર જિલ્લામાં ભારે વરસાદને અનુલક્ષીને આવતીકાલે મંગળવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ઉમરગામમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં રેડ એલર્ટ સાથે સોમનાથ, વલસાડ, તાપી, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તથા ખેડા, આણંદ અને કચ્છમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. દાદરાનગર હવેલી, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયુ છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં યલો એલર્ટ છે. ઉ.ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, સોમનાથ, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ તથા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે.23 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા મંગળવાર એટલે કે 23 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 24 જુલાઈએ આ જિલ્લાઓમાં પડશે વરસાદ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 જુલાઈએ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 25 જુલાઈએ કયાં જિલ્લામાં પડશે વરસાદ 25 જુલાઈની આગાહીની વાત કરવામાં આવે તો ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 26 જુલાઈ માટે વરસાદની આગાહી 26 જુલાઈએ અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી નથી.

Valsad Rain: દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યુ, આ શહેરમાં શાળા-કોલેજોમાં રજા જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરક્ષાના ભાગરૂપે ઉમરગામમાં શાળા કોલેજો બંધ રહેશે
  • વલસાડ જિલ્લા કલેકટરે લીધો નિર્ણય
  • અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં વરસાદ ભારે વરસાદ પડ્યો છે. ઉમરગામમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પરથી જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર

જિલ્લામાં ભારે વરસાદને અનુલક્ષીને આવતીકાલે મંગળવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ઉમરગામમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં રેડ એલર્ટ સાથે સોમનાથ, વલસાડ, તાપી, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તથા ખેડા, આણંદ અને કચ્છમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયુ છે.

દાદરાનગર હવેલી, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ

દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયુ છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં યલો એલર્ટ છે. ઉ.ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, સોમનાથ, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ તથા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે.

23 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા મંગળવાર એટલે કે 23 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

24 જુલાઈએ આ જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 જુલાઈએ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

25 જુલાઈએ કયાં જિલ્લામાં પડશે વરસાદ

25 જુલાઈની આગાહીની વાત કરવામાં આવે તો ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

26 જુલાઈ માટે વરસાદની આગાહી

26 જુલાઈએ અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી નથી.